- યમનમાં ખાડી દેશોનું શિયા-સુન્ની પોલિટિક્સ
- યમનમાં હૂથી બળવાખોરો સામે સાઉદી ગઠબંધન સેના
- ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચરમસીમાએ તણાવ
સાઉદી અરેબિયાની આગેવાનીવાળી ગઠબંધન સેના યમનના હૂથી વિદ્રોહીઓ સામે લડી રહી છે. જો કે હૂથી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન હોવાની ચર્ચા છે. તાજેતરમાં સાઉદી અરેબિયા પર હુમલો કરીને હૂથી વિદ્રોહીઓ દ્વારા ઓઈલના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેના પછી સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને તેમા અમેરિકા પણ હવે સામેલ થતું દેખાય રહ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પહેલા જ પરમાણુ કરાર મામલે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આવો જાણીએ યમનમાં સાઉદી ગઠબંધન સામે લડી રહેલા શિયાપંથી હૂથી વિદ્રોહીઓ કોણ છે અને તેઓ શું ચાહે છે?
હૂથી આંદોલનનું નામ તેની સાથે જોડાયેલા પરિવારોને કારણે આવ્યું છે. આ પરિવાર સાઉદી અરેબિયાની સીમા પર આવેલા યમનના ઉત્તરીય પ્રાંત સાદાનીપાસે રહેતા હતા. હવે આ આંદોલન એક યુદ્ધમાં બદલાય ગયું છે. અમેરિકાના સમર્થનવાળા સાઉદીના નેતૃત્વવાળું ગઠબંધન હાલના દિવસોમાં તેનું સૌથી મોટું દુશ્મન બની ગયું છે. તે 2004માં યમનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અલી અબ્દુલ્લા સાલેહને પડકાર્યા બાદથી પ્રભાવી બન્યું છે. તેના પછી 2014 સુધી તત્કાલિન રાજધાની સાના અને દેશના ઉત્તરીય ક્ષેત્રમાં હૂથી વિદ્રોહીઓએ પોતાની પકડ મજબૂત કરી છે. યમનમાં ગૃહયુદ્ધના સમયે સાઉદી અરેબિયા અને તેના સાથીદારોની સીમા સાથેના ક્ષેત્રમાં ઘણી ગતિશીલતા રહી છે. તેવામાં ઈરાનના સમર્થનથી સમગ્ર કહાણી સ્પષ્ટ થતી નથી.
ઈરાનનું કથિત સમર્થન
સાઉદી અરેબિયાના પશ્ચિમી સહયોગી હૂથી વિદ્રોહીઓને હથિયાર અને આર્થિક સહયોગ કરવાનો આરોપ ઈરાન પર લાગતો રહે છે. તેહરાનનું નિવેદન પણ હૂથીના સમર્થનમાં રહ્યું છે. પરંતુ હૂથી સમર્થક આ આરોપોને સંપૂર્ણપણે નામંજૂર કરી રહ્યા છે. વિશેષજ્ઞો ઈશારો કરે છે કે હૂથી જે મિસાઈલો અને ડ્રોનોનો ઉપયોગ કરી રહ્યા છે, તે ઈરાની ડિઝાઈન અને તકનીકના છે. જો કે ઘણાં અન્ય સૂત્રો દાવો કરી રહ્યા છે કે મિસાઈલ અને નાના હથિયાર ઓમાનના માર્ગે આવે છે. પરંતુ જે આધાર પર આ દાવા કરવામાં આવી રહ્યા છે, તે ઘણાં જટિલ છે.
યમનને લઈને સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોએ તારવ્યું છે કે ઈરાને તેના અભિયાન માટે નાણાં એકઠા કરવા માટે હૂથીઓને ઓઈલ આપ્યું. પરંતુ તેનો કોઈ સીધો આર્થિક અથવા સૈન્ય સંબંધનો તાળો મળતો નથી. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપે એક વરિષ્ઠ વિશ્લેષક પીટર સેલિસબરીને કહ્યુ છે કે જો ઈરાન હૂથીને સીધેસીધું સમર્થન કરી રહ્યું છે, તો આ એક બદનામી ભરેલું પગલું છે.
સૈન્ય ક્ષમતા
સેનાના જ કેટલાક લોકોએ હૂથીઓની સૈન્ય શક્તિ બન્યા છે. તેને અંસર અલ્લાહ તરીકે જાણવામાં આવે છે. પૂર્વ યમની સેનાના કેટલાક 60 ટકા સૈનિક હૂથી સમૂહ સાથે જોડાયેલા છે. 2019ના સપ્ટેમ્બર માસમાં પીટર સેલિસબરી અને રેનાડ મંસૂરે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમા તેમણે અનુમાન લગાવ્યું હતું કે હૂથી વિદ્રોહીઓની પાસે એક લાખ 80 હજારથી બે લાખ લોકોવાળી સેના છે. સેનાના આ જવાન ટેન્ક ચલાવવા, એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ચલાવવી, લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ ચલાવવાથી લઈને તકનીકી વાહનને ચલાવવા માટે સક્ષમ છે.
આ સમૂહનો દાવો છે કે 2014માં રાજ્ય પર કબજો કર્યા બાદ તેમના શસ્ત્રાગારમાંથી ઘણાં ઉન્નત હથિયારોને જપ્ત કરવામાં આવ્યા હતા. હૂથી વિદ્રોહીઓની પાસે સાઉદી અરેબિયાની જેમ આર્થિક અને ઉન્નત મિલિટ્રી સંસાધન નથી. તેમ છતાં તેમણે મુખ્ય વસ્તીવાળા સ્થાનો સહીત યમનના લગભગ એક તૃતિયાંશ વિસ્તાર પર કબજો કર્યો છે. ત્યાં સુધી કે સાઉદી સાથેના સીમાક્ષેત્રનું પણ ઉલ્લંઘન કર્યું છે.
તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા?
1980ના દશકમાં હૂથીનો ઉદય થયો. યમનના ઉત્તરીય ક્ષેત્રમાં શિયા ઈસ્લામની એક શાખા જાયડિઝ્મના બળવાખોરો સાથે એક મોટું આદિવાસી સંગઠન બન્યું. આ સંપૂર્ણપણે સલાફી વિચારધારાના વિસ્તરણના વિરોધમાં હતું. તેમણે જોયું કે અબ્દુલ્લા સાલેહની આર્થિક નીતિઓને કારણે ઉત્તરીય ક્ષેત્રમાં અસમાનતા વધી છે. તે આ આર્થિક અસમાનતાથી નારાજ હતા.
2000ના દશકમાં એક નાગરીક સેના બન્યા પછી તેમણે 2004થી 2010 સુધી સાલેહની સેના સાથે છ વખત યુદ્ધ કર્યું. 2011માં સાઉદીના હસ્તક્ષેપ બાદ આ યુદ્ધ શાંત થયું. દેશમાં શાંતિની પહેલ માટે બે વર્ષ સુધી વાતચીત થઈ, પરંતુ તે અસફળ રહી. તેના પછી હૂથીઓએ નવા સાઉદી સમર્થિત યમનના નેતા અબેદ રબ્બો મંસૂર હાદીને સત્તા પરથી હટાવ્યા અને રાજધાની સનાને પોતાના કબજામાં લીધી હતી. હૂથીઓની વધતી શક્તિથી સાઉદી અરેબિયા અને યુએઈ ગભરાય ગયું. તેમણે અમેરિકા અને બ્રિટનની મદદથી હૂથીઓની વિરુદ્ધ હવાઈ અને જમીની હુમલા કરવાનું શરૂ કર્યું હતું.
જાયડિઝ્મ અને હૂથીની વિચારધારા શું છે?
તમામ જૈદી હૂથી નથી. શિયા મુસ્લિમોનો એક સંપ્રદાય છે, જૈદી ફાઈવર, જે ઈમામતના ઉત્તરાધિકારના વિવાદમાં બન્યો હતો. તેની ધાર્મિક માન્યતાઓ અસલમાં ઈરાન, ઈરાક અને લેબનાનના શિયા સંપ્રદાયની તુલનામાં સુન્ની માન્યતાઓની વધુ નજીક છે. તેને માનનારાઓમાં યમનના ઉત્તરીય વિસ્તારમાં 893માં એક જૈદી પ્રાંતની સ્થાપના કરવામાં આવી અને તે 1962 સુધી રહ્યો હતો.
હૂથીઓની રાજકીય વિચારધારા શાહી શાસનની વિરુદ્ધ છે. આ ઈઝરાયલ, અમેરિકા અને સાઉદી અરેબિયાને દુશ્મન માને છે. જો કે કેટલાક હૂથીઓએ સાઉદી સીમાના ઉત્તરમાં આવેલા ક્ષેત્રો પર દાવો કર્યો છે, પરંતુ તે જે પ્રકારે કામ કરી રહ્યા છે, તેમા આ સ્પષ્ટ સંકેત છે કે તેમનું લક્ષ્ય યમનના અન્ય ક્ષેત્રો પર પણ નિયંત્રણ સ્થાપિત કરવાનું છે.