- લુંગી-ચપ્પલ પહેરીને ગાડી ચલાવવા પર કોઈ દંડની જોગવાઈ નથી
- નિતિન ગડકરીએ કર્યો ખુલાસો
- ગડકરીએ ઓફિશિયલ અકાઉન્ટ પર કર્યું ટ્વિટ
- અફવાોથી સાવધાન રહેવા જણાવ્યું
જ્યારથી નવો મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો મલમાં આવ્યો છે ત્યારથી તાબડતોડ દંડ વસુલવામાં આવી રહ્યો છે,સાથે-સાથે એવી અફવાઓ પણ વહેતી થઈ છે કે,જો કોઈ અડધી બાહીનો શર્ટ,ચપ્પલ અને લુંગી પહેરીને ગાડી ચલાવતા પકડાશે તો, તેના પાસેથી નવા નિયમ મુજબ દંડ વસુલ કરવામાં આવશે.
ત્યારે વાતને લઈને કેન્દ્રીયમાર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તેમના ઓફિસયલ અકાઉન્ટ હેંડલથી કરવામાં આવેલા ટ્વિટમાં લખ્યું છે કે, “અફવાઓથી સાવધાન,નવા મોટર વ્હીકલ એક્ટમાં અડધી બાહીનો શર્ટ પહેરીને ગાડી ચલાવવા પર અને લુંગી પહેરીને ગાડી ચાલાવવા પર કોઈ પણ પ્રકારનું લચણ કાપવામાં નહી આવે”.આમ ટ્વિટ કરીને લોકોએ અફવાથી બચવા સતર્ક કર્યો છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીના ઑફિસના ટ્વિટર હેંડલથી કવામાં આવેલા ટ્વિટમાં લખવામાં વ્યું છે કે અફવાઓથી સાવધાન આ ઉપરાંત આ ટ્વિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,ગાડીમાં એક્સ્ટ્રા લાઈટ નહી લગાવવા પર.ગાડીનો કાચ ગંદો થવા પર અને ચપ્પલ પહેરીને ગાડી ચલાવવા પર દંડ વસુલવાનો કોઈ કાનુન નથી.
આ પહેલા પણ નિતિન ગડકરીએ નવા નિયમ મુજબ ચલણને લઈને અફવા અને ભ્રમ ફેલાવનારા પત્રકારોને આડે હાથ લીધા હતા,તેમણે ટ્વિટ કર્યું હતુ કે, “આજે ફરી મારા મીડિયાના મિત્રોએ માગ્ર સુરક્ષા કાનુંન જેવા ગંભીર વિષયને મજાકમા બવાની રાખ્યો છે,મારી દરેક લોકોને વિનંતિ છે કે,લોકોના જીવન સાથે જોડાયેલી ગંભીર બાબતો પર ખોટી માહિતી ફેલાવીને લોકોના મનમાં ભ્રમ પેદા નકરો”
ઉલ્લેખનીય છે કે,નવો માટર વ્હીકલ એક્ટ 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે,નવા નિયમ મુજબજો કોઈપણ કાયદાનો ભંગ કરે તો તેના પાસેથી નવી નકિકી કરેલી રકમ પ્રમાણે દંડ વસુલવામાં આવી રહ્યો છે,પહેલાની સરખામણીમાં આ દંડની રકમ 10 ગણી વધારવામાં આવી છેકેટલીક વારતો ચલણની રકમ એટલી મોટી વસુલવામાં આવતી હોય છે કે લોકો હરાન પરેશાન થઈ જતા હોય છે,તાજેતરમાં જ ઓડિશાના સંબલપુરમાં એક ટ્રકનું 6 લાખ 53 હજાર 100 રુપિયા ચલમ કાપવામાં આવ્યું હતું.
તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગડકરીએ દંડની રકમમાં વધારો કરવાની બાબતે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે,દેશભરમાં દરેક વર્ષે અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે,માટે નવો કાનુંન બનાવવાનો ઈરાદો વાહન ચાલકોને જેમતેમ નિયમોનું ઉલ્લધન કરતા ટકાવવાનો છે,જો કે ગુજરાત,પશ્વિમ બંગાલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હાલ નવા મોટર વ્હિકલ એક્ટને લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તો બીજી તરફ મહારાષ્ટ્રે કેન્દ્ર પાસે દંડની રકમ પર ફરી વિચાર કરવાની અપીલ કરી છે.