1. Home
  2. revoinews
  3. જુઓ આ વીડિયોઃ-આ સરળ ઉપાયથી તમે બે કલાક સુધી ટોયલેટના પ્રેશરને રોકી શકો છો
જુઓ આ વીડિયોઃ-આ સરળ ઉપાયથી તમે બે કલાક સુધી ટોયલેટના પ્રેશરને રોકી શકો છો

જુઓ આ વીડિયોઃ-આ સરળ ઉપાયથી તમે બે કલાક સુધી ટોયલેટના પ્રેશરને રોકી શકો છો

0
Social Share

લાંબી મુસાફરી અને કલાકો સુધી ટ્રાફીક જામ તમને માનસિક રીતે માત્ર થાક જ નથી આપતું પરંતુ કેટલીક વાર મુશ્કેલીમાં પણ લાવીને મુકી દે છે,તેવા સમયે જો પ્રેશર આવી જાય તો ખરેખર મુશ્કેલી ઉભી થાય છે,ભીડથી ભરેલા બજારોમાં ટ્રાફિકના વચ્ચમાં અને ક્યારેક પબ્લિક ટ્રાંસપોર્ટમાં મુસાફરી દરમિયાન આ પ્રેશરને રિલીઝ કરવાનો સમય અને સ્થળ બન્ને મળવું ખુબજ મુશ્કેલ હોય છે,ત્યારે વા કઠીન સમયે તમને કામ આવી શકે છે આ ઉપાય,કારણ કે પ્રેશરને કંટ્રોલ કરવાનો પ્રયત્ન મોટે ભાગે સફળ નથી થતો, ને જ્યારે તમને સામે જ સોચાલય મળી પણ જાય છે તો ગંદકીના કારણે તમે તેમા જવા માટે હામી નથી ભરતા ને છેવટે તમારે માનસીક તામ સાથે  પ્રેશરને સહન કરવું પડે છે.

આપણે સૌ જાણીયે છે એમ,મહિલાઓ સાફ સફાઈને લઈને ખુબ જ સજાગ રહેતી હોય છે,તેવા સમયે તેમના પ્રેશરને રોકવાની અથવા તો રિલીઝ કરવાની એક મોટી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે,ગંદકીના કારણે  મોટાભાગની મહિલાઓ પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવાથી અચકાતી હોય છે,આવા સમયે શૌચાલય હોવા છતાં ટોયલેટને રોકવું એક મજબુરી બની જાય છે,આ કામ તમારા માટે સરળ બને તે માટે તમને એક ખાસ સરળ ઉપાય જણાવી દઈએ છીએ,આ ટ્રીકથી તમે ઈમરજન્સીના સમયે બે કલાક સુઘી ટોયલેટ પ્રેશરને કંટ્રોલ કરી શકશો.

આ સરળ ટ્રીક પદ્મભૂષણથી સમ્માનિત ડો,બિંદેશ્વર પાઠકે તમારા માટે સુચવી છે,અમિતાભ બચ્ચનના રીયાલિટી શો કોન બનેગા કરોડપતિમાં ડો,બિંદેશ્વર પાઠક ગેસ્ટ કરીકે આવ્યા હતા, અહિંયા અમિતાભ બચ્ચને તેમને સવાલ કરતા,પ્રેશરને રોકવા વિશે પૂછ્યું,ત્યારે તેમણે જણાવ્યું કે,તમે તમારી આંગળીઓને  એંટી ક્લોક વાઈઝ કોઈ પેન અથવા તમારા બીજા હાથની આંગળીઓ વડે દબાવો,આમ કરતા તમારા હાથ પર સ્ક્વેર બનાવી લો,થોડા સમય માટે આમ કરતા રહેવાથી તમે 2 કલાક સુધી પ્રેશરને કંટ્રોલ કરી શકો છો.

અમિતાભ બચ્ચન અને ડો,બિંદેશ્વર પાઠકની આ વાતચીતનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે,બંદેશ્વર પાઠકે જણાવ્યું કે,તેમણે પોતે આ ટ્રીકને અજમાવી જોઈ છે,ત્યારે અમિતાભ બચ્ચને કહ્યું કે,તેઓ ઘરે જઈને આ ટ્રીકને અજમાવશે.

કોણ છે આ ડો,બિંદેશ્વર પાઠક

સુલભ ઈન્ટરનેશનલના ફાઉન્ડર છે,તેમણે લોકોને ખુલ્લામાં શૌચ કરવાના બદલે શૌચાલયનો ઉપયોગ કરવા માટે ઘણું કામ કર્યું છે,તેમનો જન્મ 1943મા બિહારના વૈશાલી જીલ્લાના એક ગામમાં થયો હતો,તેમણે બચ્પનથી જોયું હતું કે,ગામમાં અને ઘરોમાં ટોયલેટ ન હોવાથી લોકો શૌચ કરવા માટે ખુલ્લામાં જવા મજબુર બને છે,ટોયલેટ ન હોવાના કારણે મહિલાઓ અને પુરુષોને ખુલ્લામાં શોચ કરવા માટે જવાની શરમ આવતી હતી,ત્યાર પછી તેમણે ખુલ્લામાં શૌચની મૂક્તિ માટે કામ કર્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code