જેમ્સ બોન્ડની મોસ્ટ ફેવરીટ કાર એસ્ટન માર્ટિન ડીબી 5ની આવતા અઠવાડિયે હરાજી કરવામાં આવશે. 1965માં વપરાયેલી બોન્ડ કારને કેલિફોર્નિયાના મોન્ટેરીમાં આરએમ સોથેબાઇ દ્વારા આયોજન કરવામાં આવેલી હરાજીમાં મુકવામાં આવનાર છે.
જેમ્સ બોન્ડની લોકપ્રિય ફિલ્મ થંડરબોલના પ્રમોશનમાં આ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર પર આયન પ્રોડક્શનની માલિકીનો હક્ક હતો, આ સિવાય આ લોકપ્રિય કારનો ઉપયોગ ફિલ્મ ‘ગોલ્ડફિંગર’ ના પ્રમોશન માટે પણ કરવામાં આવ્યો હતો.આ ડીબી 5 કારમાં તમામ પ્રકારના સાધનો છે. કારમાં નકલી બંદૂક, સીટ ઇજેક્ટર, ટાયર શ્લૈસર અને ઘણી બધી વસ્તુઓ હોય છે ત્યારે કારની કિમંત હરાજી અંદાજે 28 કરોડથી લઈને 42 કરોડ સુધી બોલી બાલવામાં ઓવી શકે છે.
આ કારની ખાસિયત પર કરીયે એક નજર-:આ કારમાં ચાર લિટર ઓઈલની ટાંકી છે અને ઇનલાઇન 6- સિલિન્ડર એન્જિન્સ હોય છે. તેનું 3995 સીસી એન્જિન 282 હોર્સપાવર છે દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી કારની સરખામણીમાં આ કારની ઝડપ 233 કિ.મી ઝડપે પ્રતિ કલાકની હોય છે,બોન્ડના એસ્ટન માર્ટિન ડીબી 5 કારમાં અંદરના ભાગોનું નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ. હરાજી માટે મૂકવામાં આવેલી આ કાર તદ્દન નવીજ લાગી રહી છે, કારમાં નેક ફેસિલિટી સાથે સાથે એક ગુપ્ત કંપાર્ટમેન્ટ પણ છે જેમાં નેક વસ્તુઓ સંતાડી શકાય છે જ્યારે કારનું સ્ટેયરીંગ લાકડાનું બવાનનામાં આવ્યું છે.
આ હરાજીના આયોજક સોથેબાઇના જણાવ્યા મુજબ, આ સ્નો શૈડો ગ્રે કલરની કારમાં બુલેટ પ્રૂફ સ્ક્રીન, રડાર ટ્રેકિંગ સ્કોપ, સ્મોક સ્ક્રીન ડિસ્પેન્સર અને ફરતી લાઇસેંસ પ્લેટ પણ છે. આ કારના એક દરવાજા પર એક ફોન પણ રાખવામાં આવ્યો હશે. ત્યારે જેમ્સ બૉન્ડની કારની હરાજી 15 થી 17 ઓગસ્ટના મસય દરમિયાન કરવામાં આવનાર છે.