1. Home
  2. revoinews
  3. ઈન્દોરની શાળામાં પટાવાળા વાસુદેવ સાફ-સફાઈના કામ સાથે-સાથે છેલ્લા 23 વર્ષથી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે
ઈન્દોરની શાળામાં પટાવાળા વાસુદેવ સાફ-સફાઈના કામ સાથે-સાથે છેલ્લા 23 વર્ષથી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે

ઈન્દોરની શાળામાં પટાવાળા વાસુદેવ સાફ-સફાઈના કામ સાથે-સાથે છેલ્લા 23 વર્ષથી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે

0
Social Share
  • નામ વાસુદેવ પંચાલ અને ઉમર 55 વર્ષ
  • છેલ્લા 23 વર્ષથી સરકારી શાળામાં પટાવાળા તરીકે કાર્યરત
  • પોતાના કામ સાથે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે
  • નિયમિત રીતે 23 વર્ષથી ભણાવી રહ્યા છે સંસ્કૃત
  • શાળા દુર હોવાથી અહિ માત્ર 3 શિક્ષક ફરજ પર છે

આજે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરીએ કે જે  સ્કુલમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે, અને કચરા વાળવા,પોતુ કરવું વગેરે કામ કરે છે,પરંતુ તેની સાથે સાથે તે  છેલ્લા 23 વર્ષથી ત્યાજ સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવવાની જવાબદારી સહજ રીતે નિભાવી રહ્યા છે. આ વાત સાંભળવામાં તમને થોડી અટપટી લાગતી હશે,કે એક સામાન્ય કચરા પોતા કરનાર પટાવાળો કઈ સંસ્કૃત ભણાવતો હશે,પરંતુ આ વાત તદ્દન સાચી છે અને આ મહાન વ્યક્તિનું નામ છે વાસુંદેવ પાંચાલ.

ઈન્દોર જીલ્લા મુખ્યાલય થી લગભગ 80 કિલોમીટર દુર,દેપાલપુર વિકાસખંડનું ગામ છે ગિરોતા અહિયાની સરકારી શાળામાં વાસુદેવ પંચાલ કે જેમની ઉમર 55 વર્ષ છે, જેમની અહી એક ખાસ ઓળખ છે,વાસુદેવ માથા પર કાળો તીલક કરે છે અને વાળમાં ચોટલી વાળે છે,તેઓ દરેક દિવસે પહેલા પાણી લાવે છે,પછી આખી સ્કુલમાં કચરા પોતા કરીને સફાઈ કામ કરે છે અને ત્યાર પછી ક્લાસમાં જઈને બાળકોને સંસ્કૃત ભણાવે છે.

ગિરોતાની સરકારી શાળામાં છેલ્લા 23 વર્ષોથી સંસ્કૃતના શિક્ષકની બરતી કરવામાં આવી નથી,વાત જાણે એમ છે કે મુખ્યાલયથી શાળા ઘણી દુર હોવાને કારણે કોઈ પણ શિક્ષક અહિ આવવા માંગતો નથી,તે જ કારણથી લગભગ અંદાજે 175 જેટલા વિદ્યાર્થીને ભણાવવા માટે માત્ર ને માજ્ઞ ત્રણ જ શિક્ષકો આવે છે.

 આ વિશે વાતચીત કરતા વાસુદેવ જણાવે છે કે,સંસ્કૃતના એક પણ શિક્ષક ન હોવાને કારણે તેમને જ સંસ્કૃત ભણાવવાની મહત્વની જવાબદારી મળેલી છે.તેઓ શાળામાં તેમના ભાગના દેરકે કામકાજ જેમાં પાણી ભરવું, બેલ વગાડવો, કચરા-પોતા કરવા સિવાય બાળકોને સંસ્કૃત ભણાવવાની જવાબદારી વર્ષ 1996થી સહજ રીતે નિભાવી રહ્યા છે.

વાસુદેવ પોતે ગિરોતા ગામના રહેવાસી છે,અને તેઓ પોતે પણ ગિરોતા ગામની આ જ શાળામાં ભણ્યા છે,તેમને સંસ્કૃત આવડતું હતુ એટલે તેઓ ધીમે-ધીમે બાળકોને સંસ્કૃત ભણાવવા લાગ્યા અને ત્યારથી સતત તેઓ બે વર્ગમાં બાળકોને સંસ્કૃતની શિક્ષા આપતા રહ્યા છે.

શાળાના વિદ્યાર્થીનું કહેવું છે કે,વાસુદેવ રસપ્રદ વાતોથી સંસ્કૃતનો અભ્યાસ કરાવે છે,તેમની દરેક જીજ્ઞાસાઓને શાંત કરે છે,વિદ્યાર્થિઓને સંસ્કૃતના શિક્ષકનો અભાવ જરાપણ લાગતો નથી,પાછલા વર્ષે  શાળાનું ઘોરણ 10નું પરિણાન 70 ટકા રહ્યુ હતું.

શાળાના પ્રભારી પ્રાચાર્ય મહેશ નિંગવાલ પણ કહે છે કે,વાસુદેવ નિયમિત પણે બાળકોને સંસ્કૃતનો અભ્યાસ કરાવે છે,શિક્ષણના કામોને લઈને મુખ્યમંત્રી ઉત્કૃષ્ટા પુરસ્કાર માટે વાસુદેવના નામનો પ્રસ્તાવ પ્રશાસન દ્રારા મોકલવામાં આવ્યો છે,અને આ પુરસ્કાર માટે તેમના નામની પસંદગી પણ કરવામાં આવી છે,વિતેલા અઠવાડિયે વાસુદેવને પ્રેઝન્ટેશન માટે ભોપાલ બોલાવવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code