ભૂસ્ખલનના કારણે યાત્રીઓ ફંસાયા
બચાવકાર્ય શરુ
ઉત્તરાખંડ યલો એલર્ટ જાહેર
કેદારનાથ હાઈવે બંધ કરાયો
હાલ જ્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે વરસાદના કારણે દેશના કેટલાક રાજ્યોમાં કુદરતી આફત મંડાય રહી છે, ત્યારે ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી, વધુ વરસાદના કારણે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો સાથે સાથે અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે.
વરસાદના કારણે અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થવાનું શરુ થયું છે ત્યારે ભુસ્ખલનના કારણે કેદારનાથ હાઈવે પણ બંઘ કરવામાં આવ્યો હતો, બે કલાક સુધી હાઈવે બંધ કરાતા અનેક યાત્રીઓ અને સ્થાનીકો અહી ફંસાયા હતા, ત્યારે ભૂસ્ખલનના કારણે આસપાસ ફંસાયેલા લોકોને તાત્કાલિક ઘોરણે બચાવવાનું કાર્ય હાથ ઘરવામાં આવ્યું હતું આ ઉપરાંત નેક જગ્યાએ ભૂસ્ખલન થતા યાત્રીઓને સાવચેત કરવામાં આવ્યા હતા.
જ્યારે હાલ મસૂરી-દેહરાદૂન રસ્તા પર આઈટીબીપીના મુખ્ય ગેટ પાસે વરસાદના કારણે ભારે ભુસ્ખલન જોવા મળ્યું છે ,પહાડો પરથી મોટા-મોટા પથ્થરો પડ્યો હતા ,આ પથ્થરોને હટાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી, આ ભૂસ્ખલનના કારણે લોકોની અવર-જવર બંધ કરાવવામાં આવી હતી તો સાથે સાથે વરસાદે પમ જોર પકડતા જનજીવન ખોળવાયું હતું.
હાલ પણ ઉત્તરાખંડમાં વરસાદનું જોર યથાવત છે, રાજ્યમાં ભારે વરસાદ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ,પહાડી રાજ્યોનામ કુદરતનું કહેર વરસી રહ્યું છે.ઋષિકેશ , કુલ્લૂ ,હલ્દવાની વિસ્તારમાં વરસાદનો પ્રકોપ વરસ્યો છે, નેક જગ્યો પરથી ભૂસ્ખલન થવાના સમાચાર સામે આવ્યો છે. ત્યારે હલ્દવાનીમાં ભૂસ્ખલનના કારણે ઘણા ઘરોને નુકશાન થયું છે, ત્યારે રસ્તાઓ પર નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો થયો છે.