- યુપીની 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન
- દેશના 17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની ઘોષણા
- 21 ઓક્ટોબરે થશે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ દેશની અલગ-અલગ રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી કરવાનું એલાન કરી દીધું છે. દેશના અલગ-અલગ રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. તેના પ્રમાણે યુપીની 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખોનું એલાન થયું છે. આ 11 બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 24 ઓક્ટોબરે આવશે.
17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણી
દેશના 17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીનું એલાન કરવામાં આવ્યું છે. તેમા 63 વિધાનસભા અને એક લોકસભા બેઠક સામેલ છે. બિહારની 5 વિધાનસભા બેઠક અને એક લોકસભા બેઠક પર પેટાચૂંટણી થશે. તેના સિવાય આસામની 4, કર્ણાટકની 15, કેરળની 5, મધ્યપ્રદેશની 1, મેઘાલયની 1, ઓડિશાની 1, પુડ્ડુચેરીની 1, પંજાબની 4, રાજસ્થાનની 2, સિક્કીમની 2, તમિલનાડુની 2, તેલંગાણાની 1, યુપીની 11, છત્તીસગઢની 1, ગુજરાતની 4 અને હિમાચલ પ્રદેશની 2 વિધાનસભા બેઠકો પર ચૂંટણી થશે. આ તમામ બેઠકો પર હરિયાણા અને મહારાષ્ટ્ર સાથે 21 ઓક્ટોબરે વોટ નાખવામાં આવશે.
યુપીની 11 બેઠકો પર પેટાચૂંટણી
યુપીની 11 વિધાનસભા બેઠકો પર એ સમયે ચૂંટણી થઈ રહી છે, જ્યાં યોગી સરકારના અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ પેટાચૂંટણીને 2023ની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. તેવામાં ભાજપ પેટાચૂંટણી દ્વારા પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા ચાહે છે. જ્યારે સમાજવાદી પાર્ટી, બીએસપી અને કોંગ્રેસ પેટાચૂંટણી દ્વારા પોતાના ગુમાવેલા જનાધારને પાછો મેળવવા ચાહે છે.
યુપીમાં પેટાચૂંટણીવાળી બેઠકો
યુપીની લખનૌ કેન્ટ, બારાબંકીની જૈદપુર, ચિત્રકૂટની માનિકપુર, સહારનપુરની ગંગોહ, અલીગઢની ઈગલાસ, રામપુર, કાનપુરની ગોવિંદનગર, બહરાઈચની બલહા, પ્રતાપગઢ, મઉની ધોસી અને આંબેડકરનગરની જલાલપુર વિધાનસભા બેઠક છે.
2019ની લોકસભા ચૂંટણીમાં યુપીના ધારાસભ્યોની જીતના કારણે 12 બેઠકો ખાલી પડી છે. પેટાચૂંટણીવાળી 12 વિધાનસભા બેઠકોમાંથી 9 બેઠકો ભાજપના કબજામાં રહી છે અને એક બેઠક તેના સહયોગી અપનાદળ (એસ)ની પાસે હતી. જો કે ચૂંટણી પંચે આ 12 બેઠકોમાંથી ફિરોઝાબાદની ટુણ્ડલા બેઠક પર ચૂંટણીની ઘોષણા કરી નથી.
આ સિવાય 2017ની વિધાનસભા ચૂંટણીમાં રામપુરતી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાન અને જલાલપુર વિધાનસભા બેઠક પર બીએસપીના ઉમેદવાર રિતેશ પાંડેય પ્રચંડ જીત પ્રાપ્ત કરી હતી. લોકસભા ચૂંટણીમાં જીતનારા યોગી સરકારના પ્રધાન રહેલા સત્યદેવ પચૌરી, રીતા બહુગુણા જોશી અને એસ. પી. સિંહ બઘેલની બેઠકો પણ ખાલી થઈ છે. ઘોસીથી ધારાસભ્ય રહેલા ફાગુ ચૌહાન બિહારના રાજ્યપાલ બન્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. તેના સિવાય બાકીની બેઠકો પરથી ભાજપના ધારાસભ્ય સાંસદ તરીકે ચૂંટાયા છે.