Site icon hindi.revoi.in

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: પીડિતાને મળ્યા બાદ અખિલેશ બોલ્યા, “ભાજપ કંઈપણ કરાવી શકે છે”

Social Share

ઉન્નાવ રેપ કાંડે ફરી એકવાર તૂલ પકડયું છે. રવિવારે થયેલી સડક દુર્ઘટનામાં પીડિતાની હાલત ગંભીર છે. જ્યારે તેની માસી અને કાકીના મોત નીપજ્યા છે. તેના પછી આ મામલે બબાલ શરૂ થઈ છે. યુપી પોલીસે એક્સિડન્ટના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ મામલામાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલામાં દેશના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ મંગળવારે પીડિતાને મળવા માટે કેજીએમયુ પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપ પર વેધક વાકપ્રહારો કરતા કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટી પહેલા દિવસથી પીડિતાની સાથે છે. સતત અમે સાથે ઉભા રહીશું. સરકારની જવાબદારી છે. યુપીએ દેશને પીએમ, રાષ્ટ્રપતિ આપ્યા છે. પરંતુ શું એક દીકરે ન્યાય અપાવી શકતા નથી. તેમણે કહ્યુ છે કે ભાજપની સરકાર કંઈપણ કહી શકે છે અને કંઈપણ કરાવી શકે છે. આજે તમે સમાજવાદી પાર્ટીનું નામ લઈ રહ્યા છો અને સોનભદ્રમાં તમે જવાહરલાલ નહેરુનું નામ લઈ રહ્યા હતા.

રાયબરેલી-કાનપુર હાઈવે પર પોલીસ પહોંચી છે. પોલીસ તરફથી પ્રત્યક્ષદર્શીઓની યાદી બનાવવામાં આવી છે. ઘટનાસ્થળનો નક્શો બનાવવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુરુબક્ષ ગંજના એસએચઓ રાકેશ કુમાર સિંહે કહ્યુ છે કે જે ડ્રાઈવરે એક્સિડેન્ટ કર્યો, તેને તેમણે જ પકડયોહતો. શરૂઆતમાં ડ્રાઈવરે વરસાદનું કારણ ગણાવ્યું હતું. હજી અમે પુરી તપાસ કરી રહ્યા છીએ.

મંગળવારે લોકસભામાં પણ ઉન્નાવ પીડિતાનો મામલો ઉઠયો હતો. કોંગ્રેસ દ્વારા ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છેકે જે ટ્રકે ગાડીને ટક્કર મારી છે, તે ટ્રક સમાજવાદી પાર્ટીના નેતાનો છે.

ઉન્નાવ મામલાને લઈને સંસદ પરિસરમાં મંગળવારે દેખાવો થયા છે. સમાજવાદી પાર્ટી, ડીએમકે અને ટીએમસીએ મંગળવારે સવારે ગાંધીજીની પ્રતિમા નજીક આ મામલાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે.

રાષ્ટ્રીય મહિલા પંચના ડેપ્યુટી સેક્રેટરી જ્યોતિ સિંઘલ મંગળવારે સવારે ઉન્નાવ રેપ કેસની પીડિતાને મળવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેમને મળવાથી રોક્યા હતા.બાદમાં રાષ્ટ્રીય મહિલા પંચની ટીમે પીડિતાના પરિવારજનોની મુલાકાત કરી છે.

ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડન્ટના મામલામાં તેના પરિવારજનો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ મૃતક કાકીના અંતિમ સંસ્કારનો ઈન્કાર કર્યો છે. પીડિતાના પરિવારજનો લખનૌના કેજીએમયૂ ટ્રોમા સેન્ટરની બહાર ધરણા પર બેઠા છે. પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી પીડિતાના કાકાને પેરોલ નથી મળતી, ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે.

ઉન્નાવ રેપ પીડિતાની સાતે થયેલી સડક દુર્ઘટનામાં નવો ખુલાસો થયો છે. પોલીસ પ્રમાણે, એક્સિડેન્ટ કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. દુર્ઘટના બાદ ફતેહપુરના જેલ રોડ પર દેવેન્દ્ર પાલના મકાન પર તાળું લાગેલું છે. જણાવવામાં આવે છેકે દેવેન્દ્ર પાલ લલૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના મુત્તોર ગામનો વતની છે. તેની શોધખોળ શરૂ થઈ ચુકી છે.

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતના મામલે કોંગ્રેસ પ્રદેશે ઘણાં વિસ્તારોમાં દેખાવોનું આયોજન કર્યું છે. લખનૌમાં મંઘળવારે સવારે 11 વાગ્યે ભાજપ કાર્યાલય (વિધાનસભાની સામે) કોંગ્રેસ દ્વારા ઘેરાવનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે રાત્રે પણ આ મામલે દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે દેખાવ કરવામાં આવ્યા હતા.

આ સડક દુર્ઘટનામાં ઉન્નાવ રેપ પીડિતાની કાકી અને માસીના મોત મામલે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાની સાજિશની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર પીડિતાના કાકાએ રાયબરેલી જેલમાંથી દાખલ કરાવડાવી છે. પીડિતાના કાકા હાલ જેલમાં છે.

આ એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદીપ, તેનો ભાઈ મનોજ સેંગર સહીત દશ લોકો નામજદ છે અને 15થી 20 અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આઈપીસીની 302, 307, 506 120B કલમોના આધારે એફઆઈઆર દાખલ થઈ છે.

ઉન્નાવ રેપ પીડિતાના કાર અકસ્માતના મામલામાં યુપી સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. પીડિતાના કાકા તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઈઆર બાદ સીબીઆઈ તપાસની કવાયત તેજ કરી દેવામાં આવી હતી. પીડિતાના કાકાએ જેલમાં તેમને મળવા ગયેલા ડીએમ નેહા શર્માને સીબીઆઈની તપાસ માટે વિવરણ લખીને આપ્યું હતું. ડીએમએ તેને લખનૌ મોકલ્યું હતું.

Exit mobile version