- અનલોક 5 માં આ રાજ્યોમાં નહી ખુલે શાળાઓ
- હજુ પણ કેટલાક રાજ્યોમાં સિનેમાઘરો પણ રહેશે બંધ
- મહારાષ્ટ્રમાં દિવાળી પહેલા શાળાઓ ખોલવામાં આવશે નહી
- સિનેમાઘરોના કેટલાક માલિકોને હજુ પરવાનગી મળી નથી
દેશના કેટલાક રાજ્યોમાં અનલોક 5 હેઠળ સિનેમાઘરો ખોલવાની પરવાનગી આપવામાં આવી ચૂકી છે, જો કે કેટલાક રાજ્યોમાં હજુ પણ ઘમા મલિટિપ્લેક્ષના માલિકો સિનેમાઘરો ખોલવા બાબતે પરવાનગી આપવામાં આવી નથી તેઓ હજુ રાહ જોઈ રહ્યા છે, જો કે કેન્દ્ર સરકાર દ્વારા સિનેમાઘરોને ખુલ્લા મૂકવાની બાબતે પહેલાથી જ નેક દિશા નિર્દેશ જારી કરવામાં આવી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, આવનારી 15 તારીખથી સિનેમાઘરોને ખોલવાની પરવાનગી મળી ચૂકી છે,જો કે 50 ટકા લોકો ને જ સિનેમાઘરોમાં પ્રવેશ આપવામાં આવશે, આ સાથે જ દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગોવાની સરકારે એ નિર્ણય લીધો છે કે, જ્યા સુધી શિક્ષકો અને બીજા લોકોની સહમતી ન મળે ત્યા સુધી શાળાઓ ખોલવા બાબતે કોઆ ઠોસ નિર્ણણ લેવામાં આવશે નહી. જ્યારે મધ્યપ્રેદશની વાત કરીએ તો ઘોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે શાળા હજુ પણ બંધ રખાશે, અહીંના શિક્ષણમંત્રી ઈન્દર સિંહ પરમારે જણાવ્યું છે કે,કોરોના સંક્રમણને જોતા મધ્ય પ્રદજેશમાં ઘોરણ 8 સુધીના બાળકો માટે શાળાઓ હાલ ખોલવામાં નહી આવે.
કેન્દ્ર સરકાર તરફથી જારી કરવામાં આવેલા અનલોક 5ના દિશા નિર્દેશમાં શાળાઓ, કોલેજ અને અનેક શિક્ષણ સંસ્થાઓ 15 ઓક્ટોબરથી કેટલાક વિસ્તારોમાં ખોલવામાં આવશે તેવું જણાવાયું છે, આ સાથે જ જ્યા કોરોનાનું સંક્રમમ વધુ છે તેવા રાજ્ય મહારાષ્ટ્રમાં દિવાળી પહેલા કોઈ પણ કારણોસર સ્કૂલ ખોલશે નહી,આ બાબતે રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું છે કે દિવાળી પહેલા રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવશે નહીં.
સાહીન-