- હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થતા પહેલા ટ્રમ્પનું ટ્વિટ
- હ્યૂસ્ટન માટે મહાન દિવસ, મારા દોસ્ત મોદી સાથે રહીશ
- ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં 100 મિનિટ સુધી રહેશે હાજર
હ્યૂસ્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના હાઉડી મોદી કાર્યક્રમને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે હ્યૂસ્ટન માટે મહાન દિવસ છે. આજે મારા દોસ્ત મોદી સાથે હ્યૂસ્ટનમાં રહીશ. હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે. ભારતીય સમય પ્રમાણે સાડા આઠ વાગ્યે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા થઈ છે.
સ્ટેડિયમમા 50 હજાર લોકોને વડાપ્રધાન મોદી સંબોધિત કરવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યક્રમમાં 100 મિનિટ હાજર રહેવાના છે. તો અમેરિકાના 60 જેટલા સાંસદો પણ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે.