લોકસભા સ્પીકર: ભાજપના પ્રધાનનો દાવો, એનડીએ ઉમેદવાર ઓમ બિરલાનો કોંગ્રેસે કર્યો નથી વિરોધ
નવી દિલ્હી : ભાજપના બે વખતથી સાંસદ ઓમ બિરલા લોકસભા સ્પીકર પદ માટે એનડીએના ઉમેદવાર હશે. સૂત્રો પ્રમાણે, મંગળવારે આની ઘોષણા કરવામાં આવી છે. રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા મતવિસ્તારમાંથી તેઓ ચૂંટણી જીત્યા છે. ઓમ બિરલા આસાનીથી લોકસભાના સ્પીકર બની જશે, કારણ કે એનડીએની પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે.
લોકસભા સ્પીકર પદ માટે ભાજપના ઓમ બિરલાની ઉમેદવારી બાબતે કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે અમે કોંગ્રેસ સાથે વાત કરી છે. તેમણે પ્રસ્તાવ પર હસ્તક્ષાર કર્યા નથી, પરંતુ તેમણે વિરોધ પણ કર્યો નથી. તેમણે ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી છે.
લોકસભાના સ્પીકર પદ માટે ભાજપના ઓમ બિરલાની ઉમેદવારી બાબતે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યુ છે કે વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન, પરિવહન પ્રધાને પ્રસ્તાવિત કર્યા છે. બીજેડી, શિવસેના, એનપીપી, એમએનએફ, અકાલી દળ, એલજેપી, વાઈએસઆરસીપી, જેડીયુ, એઆઈએડીએણકે અને અપનાદળે પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યુ છે કે અમે કોંગ્રેસ સાથે વાત કરીછે. તેમણે હજી સુધી પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ તેમણે આનો વિરોધ પણ કર્યો નથી.