- આજે 21 ઓક્ટોબર એટલે પોલીસ સ્મૃતિ દિવસ
- ગૃહમંત્રી અમિત શાહે દેશને કર્યા સંબોધિત
- પોલીસકર્મીઓના સમર્પણ અને હિંમતની કરી પ્રશંસા
- પીએમ મોદીએ પણ જવાનોને યાદ કરીને ટ્વિટ કર્યું
દિલ્લી: કોરોના મહામારી વચ્ચે આજે દેશમાં પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશ સેવામાં બલિદાન આપનાર પોલીસકર્મચારીને શ્રદ્ધાંજલિ અર્પી. પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે આજે ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે પોલીસકર્મચારીઓના સમર્પણ અને હિંમતની પ્રશંસા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોલીસ સ્મૃતિ દિવસ પર જવાનોને યાદ કરીને ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, દેશ માટે પોતાનો જીવ ગુમાવનારા પોલીસકર્મચારીઓને દેશ ક્યારેય ભૂલશે નહીં.
On #PoliceCommemorationDay, I bow to the great martyrs who fought till their last breath to keep our nation safe.
Their commitment towards the motherland inspires each and every Indian.
We are proud of our police personnel for their distinguished service & unparalleled courage. pic.twitter.com/YWtFRHmUHu
— Amit Shah (@AmitShah) October 21, 2020
ગૃહમંત્રી અમિત શાહ પોલીસ સ્મૃતિ દિવસ પર દિલ્હી સ્થિત નેશનલ પોલીસ સ્મારક પર ગયા હતા. ત્યાં તેમણે કહ્યું કે પોલીસ દળ માટે કોઈ રજા અથવા ઘડિયાળ નથી હોતી. જ્યારે દેશવાસીઓ રક્ષાબંધન અથવા કોઈપણ તહેવાર ઉજવે છે, ત્યારે તેઓ સરહદ પર ઉભા રહીને દેશની રક્ષા કરે છે.
શાહે આગળ કહ્યું કે, આ ઇમારત ફક્ત ઇંટ અને પથ્થરથી બનેલી નથી,પરંતુ તેમાં શહીદ થયેલા લોકોની યાદો છે, જેમને દેશ માટે યોગદાન આપ્યું છે.
પોલીસ સ્મૃતિ દિવસ પર પીએમ મોદીએ કર્યું ટ્વિટ
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પોલીસ સ્મૃતિ દિવસ પર તેઓ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને નમન કરે છે. મોદીએ કહ્યું કે, તેમના બલિદાન અને કાર્યને હંમેશા યાદ કરવામાં આવશે. પીએમએ કોરોના કાળમાં પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
_Devanshi