1. Home
  2. revoinews
  3. કેનેડામાં ફેમસ સિંગર ગુરુ રંધાવા પર અજાણ્યા ઈસમે હથિયાર વડે હુમલો કર્યો
કેનેડામાં ફેમસ સિંગર ગુરુ રંધાવા પર અજાણ્યા ઈસમે હથિયાર વડે હુમલો કર્યો

કેનેડામાં ફેમસ સિંગર ગુરુ રંધાવા પર અજાણ્યા ઈસમે હથિયાર વડે હુમલો કર્યો

0
Social Share

ગુરુ રંધાવા કેનેડામાં લાઈવ પર્ફોમ કરતા હતા

ગુરુ રંધાવા પર કેનેડામાં હુમલો

અજાણ્યા ઈસમે હથિયાર વડે માથા પર વાર કર્યો

રંધાવા હાલ સ્વસ્થ

પોલીસ તપાસ શરુ

પ્રીત હરપાલે ફેસબુક પર શેર કરી  આ વાત

મશહુર પંજાબી પોપ સ્ટાર ગુરુ રંધાવા પર કેનેડાના વૈંકૂવરમાં એક અજાણ્યા ઈસમે હુમલો કર્યો હતો, ગુરુ રંધાવા છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં અગલ-અલગ જગ્યોએ પોતાના શૉ કરી રહ્યા છે, ત્યારે રવિવારની રાત્રે તેમનો છેલ્લો શૉ વૈંકુવરમાં હતો,શૉ પુરો થયા બાદ તેમના પર કોઈ અજાણ્યા ઈસમે હુમલો કર્યો હતો, હથિયાર વડે માથાના ભાગમાં મારવાની કોશીશ કરી હતી પરંતુ હાલ પોપ સિંગર રંધાવા સ્વસ્થ છે મોટી જાનહાની ટળી હતી.

મળતી માહિતી મુજબ લાઈવ પરફોર્મંસ પછી વૈકૂવરના  ક્વિન એલિઝાબેથ થિયેટરની બહાર નીકળતા સમયે કોઈ અજાણ્યા શખ્સે પાછળથી આવીને ગુરુ રંધાવાના માથા પર હથિયાર વડે હુંમલો કર્યો હતો જો કે  સમગ્ર ઘટનાની માહિતી હજુ સુધી ગુરુ રંધાવા અને તેમની ટીમે આપી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ પોપ સિંગરનો ફોટો વાયરલ થયો છે તેમાં જોવા ણળે થે કે ગુરિ રંધાવા પર હુંમલો થયો છે.

પોપ્યુલર પંજાબી સિંગર અને એક્ટર પ્રીત હરપાલે આ ઘટનાને પોતાની ફેશબુક પ્રોફઈલ પર શેર કરી છે,પ્રીત હરપાલે પંજાબીમાં પોસ્ટ કર્યું છે કે “હું ગુરુ ઘણા સમયથી ઓળખું છું,તે શાનદાર વ્યક્તિ છે હમેંશા બીજાની ઈજ્જત કરે છે, ખબર નહી સમાજ કેવો બનતો જાય છે, આ ઘટનાને જોનારના કહ્યા મુજબ જે સમે રંધાવા પર હુમલો કર્યો છે તે સિંગરની પરફોર્મેંસ વખતે અગ્રેસીવ વર્તન કરી રહ્યો હતો ”

આ હુમલા પછી ઘટના સ્થળે પોલીસ અને એબ્યૂલંસ આવી પહોંચી હતી , પોલીસને હજુ સુધી  ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી ને કી પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી વી ,સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ  અજાણ્યો ઈસમ મૂળ ભારતીય કેનેડીયન હોય શકે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code