હૈદરાબાદના નિઝામના ફંડ પરનો પાકિસ્તાનનો દાવો બ્રિટિશ કોર્ટે નકાર્યો, ભારતની તરફેણમાં ચુકાદો
- 1948ના ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદનો અંત
- બ્રિટિશ કોર્ટે ભારતની તરફેણમાં આપ્યો ચુકાદો
- 35 મિલિયન પાઉન્ડના નિઝામના ફંડનો મામલો
બ્રિટિશ હાઈકોર્ટના ન્યાયાધીશે બુધવારે ભારતની તરફેણમાં ચુકાદો આપતા દશકાઓ જૂના કાયદાકીય વિવાદમાં પાકિસ્તાનના દાવાને નકાર્યો છે. 1947માં ભારતના વિભાજન વખતે હૈદરાબાદના નિઝામના લંડનની બેંકમાં જમા કરાવવામાં આવેલા ફંડ પરના પાકિસ્તાનના દાવાને બ્રિટિશ કોર્ટે નામંજૂર કર્યો છે.
1948માં બ્રિટનની નેટવેસ્ટ બેંકના ખાતામાં 35 મિલિયન પાઉન્ડના જમા કરાવવામાં આવેલા ફંડના મામલે વારસદાર નિઝામ-8ના પ્રિન્સ મુકર્રમ જહાં અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જહાંએ ભારત સરકાર સાથે મળીને કાયદાકીય લડાઈ લડી છે.
લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસના જસ્ટિસ માર્કસ સ્મિથે ચુકાદો આપતા જણાવ્યું છે કે નિઝામ-7 ફંડના વારસદાર છે અને નિઝામ-7ના પ્રિન્સિસ અને ભારત તેમને રકમ ચુકવવા માટે હકદાર છે. ચુકાદાની નોંધ મુજબ, રાજ્યના સિધ્ધાંતના વિદેશી અધિનિયમ અને ગેરકાયદેસરતાના આધારે અમલીકરણ બંને નિષ્ફળ જતા પાકિસ્તાનની ન્યાયીતા અંગેની તકરાર નિષ્ફળ જાય છે
આ વિવાદ 1948માં અંદાજે 1,007,940 પાઉન્ડ અને 9 શિલિંગ નવનિર્મિત પાકિસ્તાનના બ્રિટન ખાતેના હાઈકમિશનરના ખાતામાં તત્કાલિન નિઝામ દ્વારા ટ્રાન્સફર કરવાની સાથે જોડાયેલો છે. આ રકમ 35 મિલિયન પાઉન્ડ પર પહોંચી છે. ભારતના સમર્થનથી નિઝામના વારસદારોએ ફંડ પર દાવો કર્યો હતો અને પાકિસ્તાને પોતાની પાસે બેંક ખાતામાં રહેલું ફંડ પોતાનું હોવાનો વળતો દાવો કર્યો હતો.
પાકિસ્તાન દ્વારા 2013માં પ્રોસિડિંગ ઈસ્યૂ કરાયાબાદથી નિઝામ-8 તરફથી રજૂ થયેલા વિથર્સ એલએલપીના પાર્ટનર પોલ હેવિટ્ટે કહ્યુ છે કે આજના ચુકાદામાં 1948થી વિવાદીત ફંડ પર નિઝામ-8નો દાવો માન્ય રાખવામાં આવ્યો છે. અમારા અસીલ પહેલીવાર વિવાદના સપાટી પર આવ્યાના સમયે બાળક હતા અને હવે તેઓ 80ના દશકમાં છે. સૌથી સારી વાત એ છે કે તેમના જીવનકાળમાં જ આ વિવાદનો ઉકેલ આવ્યો છે.