નવી દિલ્હી : શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરનું અપમાન કરનારાઓને જાહેરમાં ફટકારવાની માગણી કરી છે. જે લોકો વીર સાવરકમાં વિશ્વાસ ધરાવતા નથી, તેમને જાહેરમાં મારવા જોઈએ, કારણ કે જે લોકો આવા મહાન વ્યક્તિત્વના યોગદાનનું મૂલ્ય સમજતા નથી, તેમને મારવા જોઈએ.
શિવસેના પ્રમુખે કહ્યુ છે કે જે લોકો વીર સાવરકર પર વિશ્વાસ કરતા નથી, તેમને જાહેરમાં મારવા જોઈએ, કારણ કે તેમને ભારતની સ્વતંત્રતામાં વીર સાવરકરના સંઘર્ષ અને મહત્વનો અહેસાસ થયો નથી. ત્યાં સુધી કે રાહુલ ગાંધીએ પણ ભૂતકાળમાં વીર સાવરકરનું અપમાન કર્યું છે.
મહત્વપૂર્ણ છે કે દિલ્હી યુનિવર્સિટીમાં નોર્થ કેમ્પસમાં સોમવારે રાત્રે વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની મૂર્તિઓ સ્થાપિત કરવા પર સંઘ સમર્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને કોંગ્રેસની સ્ટૂડન્ટ વિંગ એનએસયૂઆઈની વચ્ચે વિવાદ થયો હતો. તેના પછી એનએસયૂઆઈએ વીર સાવરકરની મૂર્તિનું અપમાન કર્યું હતું.