1. Home
  2. revoinews
  3. ટેક્સી સર્વિસ પ્રદાન કરનારી ઉબેર કંપનીએ ભારતમાં ઓટો રેંટલ સર્વિસ કરી લોંચ
ટેક્સી સર્વિસ પ્રદાન કરનારી ઉબેર કંપનીએ ભારતમાં ઓટો રેંટલ સર્વિસ કરી લોંચ

ટેક્સી સર્વિસ પ્રદાન કરનારી ઉબેર કંપનીએ ભારતમાં ઓટો રેંટલ સર્વિસ કરી લોંચ

0
Social Share
  • ઉબેરે ભારતમાં 24×7 ઓટો ભાડા સેવા શરુ કરી
  • સર્વિસના દર કલાક / દસ કિ.મી.ના રૂ. 169 થી શરૂ
  • આ સેવા વધુમાં વધુ આઠ કલાક બુક કરાવી શકાશે

Mumbai: ટેક્સી સર્વિસ પ્રદાન કરનારી કંપની ઉબેરે બુધવારે ભારતમાં 24×7 ઓટો ભાડા સેવા શરુ કરી હતી. આ સેવા હેઠળ તમે ઓટો અને ડ્રાયવરને ઘણા કલાકો સુધી બુક કરી શકો છો. આ સુવિધા એવા ગ્રાહકો માટે છે કે જેને કેટલાક સ્થાનોની મુલાકાત માટે કેટલાક કલાકો સુધી સેવાની જરૂર હોય છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સેવા હાલમાં બેંગલુરુમાં આપવામાં આવી રહી છે. તો, હવે તે દિલ્હી એનસીઆર, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઇ અને પુણેમાં પણ ઉપલબ્ધ થશે. કંપનીના જણાવ્યા મુજબ, આ સર્વિસના દર કલાક / દસ કિ.મી.ના રૂ. 169 થી શરૂ થાય છે. ઉપરાંત ગ્રાહકો કેટલાક કલાકો સુધી સેવા બુક પણ કરી શકે છે. આ સેવા અંતર્ગત વધુમાં વધુ આઠ કલાક બુક કરાવી શકાય છે.

નવી સેવા અંગે ટિપ્પણી કરતા ઉબર ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના માર્કેટપ્લેસ અને કેટેગરીના વડા નીતીશ ભૂષણએ જણાવ્યું હતું કે, આ ભારતનું પહેલું ઇનોવેટીવ પ્રોડક્ટ છે, ગ્રાહક અને ડ્રાઇવરો બંનેને કેવી રીતે લાભ થાય છે તેનું આ એક ઉદાહરણ છે. તમે કેવી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code