કોલકત્તા: પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તાથી થોડાક અંતરે આવેલા ભાટપુરામાં ગુરુવારે થયેલી હિંસામાં એક સગીરને ગોળી મારીને મોતને ગાટ ઉતારવામાં આવ્યો છે. આ મૃતકની વય માત્ર 17 વર્ષની હતી. આ મામલામાં કુલ બે લોકોના મોત નીપજ્યા છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અજાણ્યા લાકો વચ્ચે ગુરુવારે સવારે વિવાદ થયો હતો.
સગીરનુ નામ રામબાબુ શા હતું અને તે પાણીપુરી વેચવાનો ધંધો કરતો હતો. જે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમની સ્થિતિ ગંભીર છે. તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે, આ વિવાદમાં દેશી બોમ્બ અને ગોળીઓ ચાલી હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડયા હતા. તો કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે પોલીસને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ફાયરિંગ કરવું પડયુ હતું. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ મામલે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
આ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લામાં ડેયરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા નવા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ઉદ્ગાટન કરવાના થોડાક કલાકો પહેલા જ બની હતી. પોલીસ અધિકારી જ્યારે રસ્તામાં હતા, ત્રે થોડીક વાર પહેલા જ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બાદમાં તેમનો કાફલો પાછો કોલકત્તા ચાલ્યો ગયો હતો. લોકસભા ચૂંટણી વખતથી પશ્ચિમ બંગાળમાં હિંસાના મામલા સામે આવી રહ્યા છે.
પોલીસ અધિકારીઓ અને રેપિડ એક્શન ફોર્સની એક ટીમ વિસ્તારમાં તેનાત કરવામાં આવી છે. વિવાદના કારણે કારોબાર ઠપ્પ રહ્યો અને દુકાનોના શટર બંધ રહ્યા હતા. ભાટપુરામાં વિધાનસભાની પેટાચૂંટણી વખતે પણ હિંસા થઈ હતી.