અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ચૂંટણી માટેની તૈયારી કરી શરૂ
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના ને આપી મ્હાત
- તબીબે ટ્રમ્પના કોરોના નેગેટિવ આગમનની કરી પુષ્ટિ
- ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં કરી રહ્યા છે સભાઓનું સંબોધન
દિલ્લી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચૂંટણી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તેમનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસના ડોકટરે ટ્રમ્પના કોરોના નેગેટિવ રિપોર્ટ પુષ્ટિ કરી છે. આ સાથે કોરોના સંક્રમણને મ્હાત આપી સ્વસ્થ થયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ટ્રમ્પ હાલમાં ફ્લોરિડામાં છે અને અહીં સભાઓને સંબોધન કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસના ડોક્ટર સીન કોનલે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોનલે કહ્યું કે, રાષ્ટ્રપતિ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને કોઈને પણ સંક્રમણ લાગવાનું જોખમ નથી. સીને પ્રેસ સેક્રેટરી કાયલે મેકેનેનીને આ વાતની લેખિત માહિતી આપી. સંક્રમણથી સ્વસ્થ થયા બાદ ટ્રમ્પે હવે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
સીન કોનલે કહ્યું કે, સતત નેગેટિવ એન્ટિજન ટેસ્ટ,ક્લિનિકલ અને લેબોરેટરી ડેટા,આરએનએ અને પીસીઆર સાયકલના માપ સાથે વાયરલ કલ્ચર ડેટામાં પણ વાયરલ રીપ્લેકશનની અછત હોવાનું જાણવા મળ્યું. ટ્રમ્પે હાલમાં જ કોરોનાથી ઈમ્યુનિટી ડેવેલોપ કરવાનો દાવો પણ કર્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાની શરૂઆતમાં કોવિડ -19 થી સંક્રમિત થયા બાદ શનિવારે વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત જાહેરમાં નજરે પડ્યા હતા. આ માહિતી મીડિયા અહેવાલો પરથી મળી છે. સાઉથ લોનમાં શનિવારના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ બ્લુ રૂમની બાલ્કનીમાંથી ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા માટે શાંતિપૂર્ણ વિરોધીઓ વિશે ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ વિવાદાસ્પદ રૂઢીચુસ્ત કાર્યકર કેન્ડેસ ઓવેન્સના સમૂહ બ્લેકઝિટ દ્વારા આયોજિત એક પૂર્વ નિયોજિત કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ બ્લેક અમેરિકનોને ડેમોક્રેટિક પાર્ટી છોડવાની વિનંતી કરવાનો હતો.
_Devanshi