Site icon Revoi.in

ભડલા ડેમ અવરફ્લો, અમદાવાદ-સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન અમદાવાદ નજીક આવેલો ભડલા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલીને પાણી સુખ ભાદર નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દરમિયાન ધંધુકા નજીક અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યાં છે. જેથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યહવાર ખોરવાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુખભાદર નદી ઉપર બાંધવામાં આવેલા ભડલા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમના 12 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ધંધુકા નજીકથી પસાર થતી સુખભાદર નદીમાં ઘોડાપુર આવ્યાં છે. તેમજ સાતેક સોસાયટીઓમાં નદીના પાણી ઘુસી ગયાં છે. એટલું જ નહીં અમદાવાદ-સૌરાષ્ટ્રને જોડતા હાઈવે પર પણ નદીના પાણી ફરી વળ્યાં છે. પરિણામે હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આ હાઈવે પર ઉપર રોજ અમદાવાદ-સૌરાષ્ટ્ર વચ્ચે હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થાય છે. જો કે, હાઈવે બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સૌરાષ્ટ્રથી આવતા વાહનોને ધંધુકા નજીક જ રોકવામાં આવ્યાં છે.