1. Home
  2. revoinews
  3. કોમિક ટાઇમિંગ માટે જાણીતા અભિનેતા સતિષ શાહનો આજે જન્મદિવસ,વર્ષ 1970 થી કરી હતી કારકિર્દીની શરૂઆત
કોમિક ટાઇમિંગ માટે જાણીતા અભિનેતા સતિષ શાહનો આજે જન્મદિવસ,વર્ષ 1970 થી કરી હતી કારકિર્દીની શરૂઆત

કોમિક ટાઇમિંગ માટે જાણીતા અભિનેતા સતિષ શાહનો આજે જન્મદિવસ,વર્ષ 1970 થી કરી હતી કારકિર્દીની શરૂઆત

0
Social Share
  • કોમેડી કલાકાર સતિષ શાહનો જન્મદિવસ
  • અનેક ફિલ્મો ઉપરાંત ટીવી સીરીયલમાં કર્યુ છે કામ
  • મરાઠી ફિલ્મોમાં પણ અજમાવ્યુ છે પોતાનું નસીબ

મુંબઈ : કોમિક ટાઇમિંગ માટે જાણીતા અભિનેતા સતિષ શાહને કોણ નથી જાણતું. સતિષ શાહનું પૂરું નામ સતિષ રવિલાલ શાહ છે. ચાહકોના દિલ પર રાજ કરનાર સતિષનો આજે જન્મદિવસ છે. સતિષે 1970 માં કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેતાએ હિન્દી સિવાય ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

સતિષ શાહનો જન્મ 25 જૂન 1951 માં ગુજરાતના માંડવી કચ્છમાં થયો હતો. ગુજરાતની બહાર આવતા આ અભિનેતાએ સિનેમાની દુનિયામાં ખાસ ઓળખ બનાવી છે.ત્યારે આજે અમે તમને સતિષ શાહના જીવનની વિશેષ બાબતો વિશે જણાવીશું.

સતિષ શાહને તેની વાસ્તવિક ઓળખ 1980 માં દૂરદર્શન પર આવેલી સીરિયલ ‘યે જો જિંદગી’ થી મળી હતી. આ સીરિયલને તેના સમયમાં અપાર સફળતા મળી. સતિષની આ શાનદાર સીરિયલ ડિરેક્ટર કુંદન શાહે બનાવી હતી. ખાસ વાત એ છે કે, આ શોમાં અભિનેતા 60 થી વધુ પાત્રો ભજવતા જોવા મળ્યા હતા. સતિષે આ શોમાં તેણે ભજવેલી દરેક ભૂમિકામાં અભિનયની છાપ છોડી દીધી હતી. આ સિવાય સતિષ શાહે દૂરદર્શનના કાર્યક્રમો ‘ઓલ ધ બેસ્ટ’ અને ‘નહલે પે દહલા’ માં પણ કામ કર્યું છે.

સતિષે ફિલ્મોની શરૂઆત ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાં’ ફિલ્મથી કરી હતી. પરંતુ જે ફિલ્મ માટે અભિનેતાની પ્રશંસા થઈ તે હતી જાને ભી દો યારોં. સતિષ શાહ વર્ષ 1984 માં રિલીઝ થયેલી ફિલ્મ જાને ભી દો યારોમાં ખાસ ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તે મ્યુનિસિપલ કમિશનર ડીમેલોની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેને ચાહકો આજ સુધી ભૂલ્યા નથી.

ચાહકો અભિનેતાને ખાસ કરીને સારાભાઈ v/s સારાભાઈ માટે ઓળખે છે. આ પ્રખ્યાત શોમાં સતિષ શાહ ઇન્દ્રવદનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેની ભૂમિકાને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. ચાહકો આજે તેમને ઇન્દ્રવદનના નામથી વધુ જાણે છે.

સતિષ શાહે તેની કારકિર્દીમાં ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતાએ અનોખા રિશ્તા, માલામાલ, હમ સાથ સાથ હૈ, હમ આપકે હૈ કૌન, આગ ઓર શોલા, ધર્મસંકટ, ઘર કી ઈજ્જત, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મેં હૂં માં કામ કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code