હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ડાયેટમાં સામેલ કરો આ 4 વસ્તુઓ
વધુ ટેન્શન ધરાવતી વ્યક્તિ, લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ અથવા ખાણી-પીણીની આદતોમાં ચેન્જીસ વગેરેથી હાઇ બ્લડ પ્રેશર સર્જાય છે. જો તેની સારવાર કરવામાં ન આવે તો ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે..હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ફાઇબરથી ભરપૂર અને લો સોડિયમ ખાદ્ય પદાર્થ મદદ કરી શકે છે..જો ડાયેટમાં કેટલાક ફેરફાર કરવાથી હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે તો તમારે પોતાના ડાયેટમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી જોઇએ.
નીચે મુજબની વસ્તુઓને પોતાના આહારમાં સામેલ કરો.જે બ્લડ પ્રેશરને નૉર્મલ રાખવામાં કરશે મદદ
1. લીલી શાકભાજી
હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા લીલા પાંદડાંવાળી શાકભાજીઓને પોતાના ડાયેટમાં સામેલ કરો..લીલા પાંદડાવાળી શાકભાજીઓમાં ઘણા વિટામિન્સ અને પોષક તત્વ હોય છે જે હાઇપર ટેન્શન સામે લડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જે બ્લડને સાફ કરવામાં પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
2. કીવી
કીવીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે. જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં પણ ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. કીવીનું સેવન હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે.
3. દહીં
દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે.દરેક વ્યક્તિએ દરરોજ પોતાના બ્રેકફાસ્ટમાં એક કટોરી દહીંનું સેવન કરવું જોઇએ. દહીંને પોતાના ડેલી ડાયેટમાં સામેલ કરીને હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
4. ઑટ્સ
બ્રેકફાસ્ટમાં હંમેશા હેલ્ધી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે સમય પર નાસ્તો કરવો અને હેલ્ધી ખોરાક ખૂબ જ જરૂરી છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાના નાસ્તમાં ઑટ્સને સામેલ કરવું જોઇએ. ઑટ્સને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
_DEVANSHI