OTT પર દમદાર ડેબ્યુ માટે તૈયાર ટાઇગર શ્રોફ,નેટફ્લિક્સની સિરીઝથી થશે એક્ટરની જોરદાર એન્ટ્રી

  • OTT પર દમદાર ડેબ્યુ માટે તૈયાર ટાઇગર શ્રોફ
  • નેટફ્લિક્સની સિરીઝથી થશે એક્ટરની જોરદાર એન્ટ્રી
  • આ સિરીઝ સંપૂર્ણ રીતે એક્શનથી હશે ભરપૂર

મુંબઈ : બોલીવુડના પ્રખ્યાત એક્ટર ટાઇગર શ્રોફ ખૂબ જ જલ્દી તેના ચાહકો માટે એક મોટી ભેટ લઈને આવી રહ્યા છે. સમાચાર છે કે એક્ટર ખૂબ જ જલ્દીથી ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. હાલમાં એક મોટી ડિજિટલ પ્લેટફોર્મ કંપનીએ એક્ટર સાથે મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જ્યાં બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સે કોઈ પણ સમસ્યા વિના ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની ફિલ્મો રજૂ કરી છે. જે પછી હવે ટાઇગર શ્રોફ પણ આ માટે સંપૂર્ણ તૈયાર છે.

ટાઇગર પહેલા કાર્તિક આર્યન,રામ માધવાનીની ફિલ્મ ‘ધમાકા’થી ડિજિટલ પ્રવેશ કરશે. કાર્તિકની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.તો, ટાઇગરે પણ નેટફ્લિક્સ સાથે વેબ સિરીઝ પણ સાઇન કરી છે. નેટફ્લિક્સની ટીમ ખૂબ જ ટૂંક સમયમાં આ સિરીઝની ઘોષણા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિરીઝ સંપૂર્ણ રીતે એક્શનથી ભરપુર હશે.

અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આયુષ્માન ખુરાના સહિત ઘણા મોટા સ્ટાર્સ ડિજિટલ પ્લેટફોર્મ પર પર્ફોમન્સ આપી ચુક્યા છે. જ્યાં દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યા છે. મહામારીને કારણે ભારતમાં સિનેમા હોલ બંધ થયા ત્યારથી ડિજિટલ પ્લેટફોર્મ હિટ બની ગયું છે. જ્યાં દરરોજ કોઈ ને કોઈ ફિલ્મ તેના પર રિલીઝ થતી રહે છે.એવામાં હવે ટાઇગરની એન્ટ્રી થવાની છે, જેના કારણે એક્ટરના ચાહકો ખુબ ખુશ છે.એવા સમાચાર છે કે,એક્ટર ખૂબ જ ટૂંક સમયમાં આની ઘોષણા કરી શકે છે.

ટાઇગર શ્રોફ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ્સનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં ‘હીરોપંતી 2’ અને ‘ગણપથ’ સામેલ છે. આ શ્રેષ્ઠ ફિલ્મોમાં એક્ટર તેની સશક્ત એક્શન શૈલી બતાવતા જોવા મળશે. ટાઇગર શ્રોફને બોલિવુડમાં ડેબ્યૂ કરવાનો ખુબ જ ઓછો સમય રહ્યો છે. પરંતુ એક્ટરે બોલિવુડમાં જોરદાર કામ કર્યું છે, જેના કારણે તે આજે પ્રખ્યાત એક્ટર છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular