મહારાષ્ટ્ર એંટી ટેરરિઝ્મ સ્ક્વૉર્ડએ આસામના એક વ્યક્તિની ઘરપકડ કરી છે,એક એહવાલ મુજબ ઘરપકડ કરવામાં આવેલા વ્યક્તિએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડને મેઈલ મોકલ્યો હતો, આ ઈ-મેઈલમાં આ વ્યક્તિએ ભારતીય ક્રિકેટ ખેલાડીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપી વ્યક્તિએ આ ઈમેલ 16ઓગસ્ટના રોજ મોકલ્યો હતો ,મામલે બીસીસીઆઈએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ એટીએસ એ આ મામલાની તપાસ હાથ ધરી હતી.આ ઘટનાની જાણ થયા બાદ સાઈબર નિષ્ણાંતોએ આરોપીની શોધ કરી હતી, આરોપીનું નામ બ્રજ મોહન દાસ છે, આ આરોપી આસામના મોરીગાવના શાંતિપુર-સહારનપુરનો રહેવાસી છે, ત્યારે એટીએસની ટીમ સરનામા સુધી પહોચી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો.ત્યારે આજે ગુરવારના રોજ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારે પછી કોર્ટે આ આરોપીને 26 ગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાના દેશ આપ્યા હતા.
આ દિવસોમાં ભારતની ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે, જ્યાં ગુરુવારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ શ્રેણી રમાડવમાં આવશેઆ પહેલા બીસીસીઆઈને સમાચાર મળ્યા હતા કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ટીમપર ખતરો મંડળાઈ રહ્યો છે. જોકે પાછળથી આ માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
આ ધમકી સીધી ભારતીય ટીમને નહોતી મળી અને પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડને મળી હતી. અહેવાલો મુજબ પીસીબીને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેમાં ભારતીય ટીમ પર હુમલો થવાની શંકા સેવવામાં આવી રહી હતી. પીસીબીએ તે ઈ-મેલ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને મોકલ્યો હતો. બીસીસીઆઈએ ગૃહ મંત્રાલયને પણ બાબત વિશે માહિતી આપી હતી. જો કે, આઈસીસી અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે આ પ્રકારના સમાચારને અફવા ગણાવી હતી. બીસીસીઆઈએ પણ આ અહેવાલને નકાર્યો હતો. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમને કોઈ ખતરો નથી. ભારતીય ટીમ 3 ઓગસ્ટે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ગઈ હતી અને 3 સપ્ટેમ્બર સુધી ત્યા રહેશે .