વિઠ્ઠલભાઈની અંતિમયાત્રા
વિઠ્ઠલભાઈની ભાવભીની વિદાય
ગુજરાતે ગુમાવ્યા સક્ષમ નેતા
થોડી વારમાં થશે તેમના અંતિમ સંસ્કાર
કેબિનેટમંત્રીઓ પણ હાજર રહ્યા
વિઠ્ઠલભાઈના અંતિમદર્શન કરવા લોકોની ભીડ
લોકનેતા વિઠ્ઠલભાઈની અંતિમયાત્રામાં હજારો લોકો હાજર
વિજય રુપાણી પણ અંતિમયાત્રામાં જોડાયા
શોકમગ્ન થયુ સૌરાષ્ટ
ખેડૂતોનો બુલંદ અવાજ હતા વિઠ્ઠલ રાદડિયા
પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું ગઈકાલે લાંબી બિમારી બાદ અવસાન થતા તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો જ્યા કુમાર કન્યા છાત્રાલયમાં અંતિમ દર્શનાર્થે તેમના પાર્થિવદેહને લાવવામાં આવ્યો છે ત્યારે અંતિમ દર્શન કરવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી હતી, દુઃખદ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહીત મંત્રી બાવળિયા અને આર.સી.ફળદુ સહિતના અનેક મંત્રીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વિઠ્ઠલભાઇના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા , હાલ તેમની તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી છે જેમાં હજારોની સંખ્યામાં લોકો તેમજ અનેક નેતાઓ હાજર રહ્યા છે, અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય નેતાઓ અને પાટીદાર સમાજના ટોચની હસ્તીઓ જોડાયા છે અને વિઠ્ઠલભાઈને અંતિમ વિદાય આપી રહ્યા છે.
આ ઉપરાંત વિઠ્ઠલભાઈના અંતિમ દર્શન માટે કુંવરજી બાવળિયા, લલિત વસોયા, આર.સી. ફળદુ, અર્જુન મોઢવાડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજીભાઇ પટેલ, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ સહિતના ગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. ત્યારે તેમની અંતિમ યાત્રામાં સુરત શહેર માંથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે તેમની અંતિમ યાત્રાને ફુલોથી સજાવવામાં આવી છે અને તેમને જેમાં લઈ જવાય રહ્યા છે તે શબવાહિની ઉપર તેમના પોસ્ટર લગાવવામાં આવ્યા છે
પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાના છેલ્લા દર્શન માટે સૌરાષ્ટ્રભરમાંથી તેમના ચાહકો આવી પહોચ્યા છે ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા છે ત્યારે ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણી વખતે પોતાનો યૂવાન દીકરો અકસ્માતમાં ગુમાવનાર લલિત કગથરાએ વિઠ્ઠલભાઇના પાર્થિવ દેહના દર્શન કર્યા પછી જયેશ રાદડિયાને ભેટીને ખુબ ભારે હ્રદયથી રુદન કર્યું હતું આ દ્રશ્ય જોતા ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ હતી. ત્યા ઉપસ્થિત દરેક લોકોના ચહેરા પર વિઠ્ઠલભાઈને ગુમાવ્યાનું દર્દ જોવા મળતું હતુ.
વિઠ્ઠલભાઈ રાદડિયાના મોતને લઈને સમગ્ર સૌરાષ્ટમાં અને ગુજરાતમાં ગમગીની છવાઈ ગઈ છે તેમના ચાહકોમાં શોક ફોલાયેલો જોઈ શકાય છે,અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ હતી કારણ કે સમગ્ર ગુજરાતે એક સક્ષમ નેતાને ગુમાવ્યા છે તો ખેડૂતોનો અવાજ એવા વિઠ્ઠલભાઈના સ્વર્ગલોક પામવાથી ખેડૂત જગતમાં પણ નિરાશા જોવા મળી છે તેઓ અનેક શૈક્ષણિક સંસ્થા સાથે પણ જોડાયેલા હતા ,તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા હતા,સાથે સાથે પાટીદાર સમાજના લોકપ્રિય નેતા પણ હતા, સિંચાઈ ખાતાના મંત્રી કરીકે પણ તેઓએ ફરજ બજાવી હતી, 2009માં લોકસભામાં પ્રથમ વાર સાંસદ કરીકે પ્રજાનો અવાજ બન્યા હતા,
વિઠ્ઠલભાઈ રાદડિયાના અંતિમ સંસ્કાર વખતે તેમના પુત્ર જયેશ રાદડિયાએ ભારે હ્રદયે તેમને મુખાગ્ની આપી હતી ત્યારે હવે વિઠ્ઠલભાઈ રાદડિયાનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલિન થઈ ચુક્યો છે.