- નિવૃત્ત થયા બાદ કર્મીઓને મળશે પગાર
- નિવૃત્ત થયા બાદ ફરીથી કરાર પર કર્મચારીની નિમણૂક થતી હોય છે
- ફરીથી નિમણૂક થતા તેમને પગાર નથી અપાતો અમૂક રકમ અપાય છે
- હવે આ રકમ પગાર તરીકે આપવામાં આવશે
- નિવૃત્ત પછીની નિયૂક્તીના પગાર અને પહેલાના પગારમાં અસમાનતા હતી
નિવૃત્ત થયા પછી કોન્ટ્રાક્ટ પર ફરી વખત નિયૂક્ત થનારા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે, કેન્દ્ર સરકાર એવા કર્મચારીઓના પગાર સંબંધી નિયમો પર કાર્ય કરી રહી છે,ઉલ્લેખનીય છે કે, ફરીથી નિમણૂક થવા પર મળનારી રકમ પગાર નથી હોતો અને તેમા અસમાનતા પણ જોવા મળે છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નાણાં મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ એ આ સંદર્ભે એક ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે. ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ કર્મચારીઓને નિશ્વિત માસિક પગાર આપવો જોઈએ.આ પગાર તે કર્મચારીઓના નિવૃત્તિ સમયે મળી રહેલા પગારમાંથી મૂળ પેન્શનને બાદ કરીને આપવૌ જોઈએ, અને તે તેમનો ‘પગાર’ ગણાવવો જોઈએ.
આ રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, કરારના સંપૂર્ણ સમય દરમિયાન પગારમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ સિવાય હાઉસિંગ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) આપવું જોઈએ.
આ રજુ કરાયેલા ડ્રાફ્ટ મુજબ, આવી નિમણૂકો માટે પ્રારંભિક મુદત એક વર્ષની હોવી જોઈએ અને તેને નિવૃત્તિ વય કરતાં બે વર્ષ સુધી લંબાવી શકાય છે.કોઈ પણ સંજોગોમાં, આ એક્સ્ટેંશન નિવૃત્તિ વયથી પાંચ વર્ષથી વધુ ન હોવું જોઈએ. ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, આવી નિમણૂકો સત્તાવાર કામની જરૂરિયાત અને જનહિતને ધ્યાનમાં રાખીને જ થવી જોઈએ. ત્યારે આ નિમણૂકો જાહેરાત દ્વારા કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક મંત્રાલયો કે વિભાગો કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓને સલાહકાર સહિતના કરારમાં ફરીથી તેઓની નિમણૂક કરે છે.પરંતુ કરાર પર કામ કરતા કર્મચારીઓના પગારની ચુકવણી સંબંધિત નિયમોની માર્ગદર્શિકામાં એકરૂપતા હોતી નથી. આ કારણો સર હવે કર્મચારીઓના નિવૃત્તિ પછીના પગાર અંગે આ નિયમો બવાનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
સાહીન-