દેશભરમાં મોંધવારીએ પોતાની સ્થાન મજબુત કર્યુ છે ત્યારે ગઈકાલે દેશનું બજેટ બહાર પડતાની સાથે રાજસ્થાનમાં પેટ્રોલિયમ કંપનિઓએ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભરખમ વધારો કરી દીધો છે.ગઈ કાલે રાત્રે 9 વાગ્યાના આસપાસ પ્રેટોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલના નવા ભાર જાહેર કર્યો હતા. જેમાં પેટ્રોલમાં 2.41 રુપિયા અને ડિઝલમાં 2.37 રુપિયાનો પ્રતિ લીટરે વધારો કરી લોકોની ચિંતાનો ભાર વધાર્યો છે જ્યારે વધુમાં જણાવામાં આવ્યું હતુ કે પેટ્રોલ ડિઝલના નવા ભાવ શનિવારના સવારથી જ લાગુ પાડી દેવામાં આવશે.
આ ભાવ વધારાના કારણે જયપુરમાં પેટ્રોલ 73.56 અને ડિઝલ 69.02 રપિયા લીટર થઈ ચુક્યું છે. ત્યાર પછી ફરી એક વાર આ ભાવ વધારાના માત્ર બે કલાકની અંદરજ રાજ્ય સરકારે રાત્રે 11 વાગ્યાની આસપાસ નોટિફિકેશન જાહેર કર્યુ હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 4 ટકા કર લગાવામાં આવ્યો છે જેમાં પેટ્રોલ પર 30 ટકા કર અને ડિઝલ પર 22 ટકા કર લાગુ પાડવામાં આવ્યો હતો જેને લઈને પેટ્રોલની કિમંત 2.10 રુપિયા વધીને 75.66 અને ડિઝલની કિમંત 2.12 રુપિયા વધીને 71.14 થઈ ગયો છે
આમ રાજસ્થાનની સરકારે તો જનતાને બે બાજુથી ડબોચ્યા છે અક બાજુ પેટ્રોલિયમ કંપનિઓની મનમરજી ચાલી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર પણ જનતાને હેરાન કરવામાં કી કસર છોડતી નથી . રાજસ્થાનની જનતાને તો બે બાજુથી માર પડ્યો મ કહી શકાય .જ્યા કેન્દ્ર સરકાર મારફત પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ દિવસે ને દિવસે વધીજ રહ્યા છે ત્યા તો ટ્રોલિયમ કંપનિઓએ પણ જનતાને જાણે હેરાન પરેશાન કરવાનું બીડું ઉઠાવી લીધુ હોય તેવું લાગી રહ્યું છે.