જવનુ પાણી પીવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ -જાણો અનેક બીમારીમાંથી આપે છે રાહત
- જવનું પાણી પીવાથઈ થાય છે ફાયદા
- જવનું પાણી ઠંકડ આપે છે
- પેટમાં થતી બળતરાથી રાહત મળે છે
આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે, જવનું પાણી ખૂબ જ ગુણકારી હોય છે,જવનું પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે,જવનું પાણી બનાવવા માટે એક વાસણમાં 2 ચમચી જવની અંગર એક ગ્લાસ પાણી નાખીને આખી રાત સુધી પલાળી રાખવા અને તે પાણી સવારે ખાલી પેટે પીવું જોઈએ.
આ સાથએ જ જો તમારે તરત ને તરત જવનું પાણી પીવું હોય તો 2 ચમચી જવને એક ગ્લાસ પાણી નાખઈ એક વાસણમાં બરાબર જવ નરમ થાય ત્યા સુધી ઉકાળઈ લેવું ત્યાર બાદ તેને ગરણી વડે ગાળી લેવું આ પાણી તમે તરત પણ પી શકો છો.જવના પાણીમાં ખઆંડ લીબું મિક્સ કરીને શરબત પણ બનાવવામાં આવે છે.જવના પાણીમાં એટલા સ્વાસ્થ્ય લાભ છે
જવનું પાણી પીવાથી થતા કેટલાક મહત્વના ફાયદાઓ
- જવના પાણીની ફાયદાની વાત કરીએ તો તેમા એક સૌથી સારુ એંટી-ઈફ્લેમેટરી ગુણ છે. આ સાંધાના અને ઘૂંટણના દુખાવાથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે
- જવમાં રહેલા બીટા-ગ્લુકોને શરીરમાં ઝેરીલા પદાર્થોને મળ દ્વારા બહાર નીકળી જાય છે.
- જવનું પાણી બવાસીરની પરેશીની પણ દૂર છે.
- જવનું પાણી પીવાથી કબજિયાતમાં રાહત થાય છે.જવનું પાણીનું સેવન આંતરડા સાફ રાખે છે. જેનાથી પેટનુ કેંસર થવાની શક્યતા ઓછી થઈ જાય છે.
- જવમાં રહેલા તત્વો મૂત્રવર્ધકના રૂપમાં કામ કરે છે. જે ટૉક્સિક સબ્સટાંસને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢી નાખે છે.
- જવનું પાણી શરીરમાં રેહલી ગરમીને ઓછી કરે છે તેથી ગરમીમાં તેનુ સેવન ફાયદારૂપ છે.
- જવના પાણીથી પેટમાં થતી બળતરામાં રાહત મળે છે
સાહીન-