સલમાન- કેટરીનાની જોડી ફરી એકવાર ‘ટાઈગર’ સીરીઝમાં જોવા મળશે
- ટાઈગર ફ્રેંચાઈઝના ત્રીજા પાર્ટમાં જોવા મળશે સલમાન- કેટરીના
- 27 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ અંગે થઇ શકે છે જાહેરાત
- અત્યાર સુધીની સૌથી મોંઘા બજેટ વાળી ફિલ્મ હશે
બોલિવુડ એક્ટર સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરીના કૈફની સુપરહિટ જોડી ફરી એકવાર ‘ટાઈગર’ સીરિઝમાં જોવા મળશે. ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જિંદા હૈ’ પછી હવે ટાઈગર ફ્રેંચાઈઝના ત્રીજા પાર્ટની તૈયારીઓ યશ કેમ્પ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપડા પોતાના પિતા યશ ચોપડાના 88માં જન્મદિવસે એટલે કે 27 સપ્ટેમ્બર 2020ના દિવસે સલમાન-કૈટરિના કૈફ સ્ટારર આ મહત્વની ફિલ્મને લઈને જાહેરાત કરી શકે છે. જેની ફેંસ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આદિત્ય ચોપડા પિતા ઈંડસ્ટ્રીના સૌથી મોટા ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપડાના જન્મદિવસ નિમિતે ટાઈગર સીરિઝના ત્રીજા ભાગની જાહેરાત કરી આ દિવસને યાદ બનાવવા માંગે છે. સાથે જ આ દિવસે યશરાજ ફિલ્મ્સને 50 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે
મળતી માહિતી મુજબ આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘા બજેટ વાળી ફિલ્મ હશે… જેની આદિત્ય ચોપડાની નજર હેઠળ તમામ તૈયારી કરવામાં આવશે…. સાંભળવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બરે ફિલ્મના ડાયરેકટર ટાઈગર 3નો લોગો જાહેર કરી શકે છે… સાથે જ ફિલ્મનો પહેલો લૂક પણ સામે આવશે. જોકે 27 સપ્ટેમ્બરે થનારા એલાનની સંપૂર્ણ માહિતી હાલ ઉપલબ્ધ નથી.
દેવાંશી-