- એલપીજી સિલિન્ડરના ભાવોમાં આવ્યું અપડેટ
- ઓઇલકંપનીઓએ રાંધણ ગેસના મોરચા પર આપી રાહત
- 14.2 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
- 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વધ્યો ભાવ
દિલ્લી: દેશભરમાં વધતી મોંઘવારીના વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના મોરચા પર ડિસેમ્બરમાં પણ રાહત આપી છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્સ અલગ-અલગ હોય છે અને એલપીજીના ભાવ તે મુજબ બદલાય છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓક્ટોબરમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો 19 કિલો સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.
14.2 કિલોવાળા સિલિન્ડરનો ભાવ
આઇઓસીએલ વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, આ મહિનામાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા ગેર સબસિડી એલપીજી સિલિન્ડર 594 રૂપિયા પર સ્થિર છે. કોલકાતામાં તેની કિમત 620.50 રૂપિયા, મુંબઇમાં 594 રૂપિયા અને ચેન્નઈમાં 610 રૂપિયા છે.
19 કિલોગ્રામ વાળા સિલિન્ડરની કિમતમાં ફેરફાર
આ મહિના માટે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઇમાં 56 રૂપિયા વધીને 1,410 રૂપિયા પર પહોંચી ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં તે 55 રૂપિયા વધીને 1,296 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા અને મુંબઇમાં પણ 55 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે,ત્યારબાદ આ બંને શહેરોમાં નવી કિંમતો ક્રમશઃ 1,351 રૂ. અને 1,244 રૂ. છે.
સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી આપે છે
હાલમાં, સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી પ્રદાન કરે છે. જો ગ્રાહકો આના કરતા વધારે સિલિન્ડર લેવા માંગે છે, તો તેઓ તેને બજાર ભાવે ખરીદે છે. ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાય છે. તેની કિંમતો સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવા પરિબળો નક્કી કરે છે.
_Devanshi