1. Home
  2. revoinews
  3. વાયુસેનામાં સામેલ થયેલા ‘ઓસામા કિલર’ અપાચે હેલિકોપ્ટરની લાક્ષણિકતા
વાયુસેનામાં સામેલ થયેલા ‘ઓસામા કિલર’ અપાચે હેલિકોપ્ટરની લાક્ષણિકતા

વાયુસેનામાં સામેલ થયેલા ‘ઓસામા કિલર’ અપાચે હેલિકોપ્ટરની લાક્ષણિકતા

0
Social Share

ભારતીય વાયુસેનામાં સામેલ થયેલા ઓસામા કિલર તરીકે ઓળખાતા અપાચે હેલિકોપ્ટરોની લાક્ષણિકતા પાકિસ્તાન અને ચીન માટે મોટા પડકાર સાબિત થશે.

  • અપાચે હેલિકોપ્ટરના ઉડ્ડયન માટે બે પાયલટો હોવા જરૂરી છે
  • અપાચે યુદ્ધક હેલિકોપ્ટર લગભગ 16 ફૂટ ઊંચા અને 18 ફૂટ પહોળા છે
  • ભારતીય વાયુસેનામાં અપાચે પહેલું એવું હેલિકોપ્ટર છે કે જે મુખ્યત્વે આક્રમણ કરવાનું કામ કરશે
  • અપાચે યુદ્ધક હેલિકોપ્ટર દુશ્મનની કિલ્લેબંધીને ભેદીને તેની સીમામાં ઘૂસીને હુમલો કરવા માટે સક્ષમ છે
  • આ હેલિકોપ્ટર 300 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે
  • આ હેલિકોપ્ટર એજીએમ-11 હેલિફાયર મિસાઈલોથી સજ્જ છે
  • અપાચે હેલિકોપ્ટરો દિવસ-રાત્રિ અને કોઈપણ હવામાનમાં ઓપરેશન કરી શકે છે
  • ઊંચા પહાડોમાં બનેલા આતંકી કેમ્પો અને દુશ્મનોના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાની ક્ષમતા
  • અપાચે એક વખતમાં પોણા ત્રણ કલાક સુધી ઉડી શકે છે
  • અપાચે હેલિકોપ્ટરને તેની આગવી ડિઝાઈનને કારણે રડારમાં પકડવું મુશ્કેલ છે
  • હેલિકોપ્ટરમાં લગાવવામાં આવેલી રાઈફલમાં એક વખતમાં 30 એમએમની 1200 ગોળીઓ ભરી શકાય છે
  • અપાચે 16 એન્ટિ ટેન્ક મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે
  • અપાચે હેલિકોપ્ટર દુશ્મનના વિસ્તારમાં જઈને ટાર્ગેટને આસાનીથી ખતમ કરી શકે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code