દિલ્હીમાં ટ્રીપલ તલાકની બીજી બે ઘટના સામે આવી છે,ઈદ જેવા ઉત્સાહના તહેવારના માત્ર એક દિવસ પહેલા પતિએ તેની પત્નીને તલાક આપી છે,આ ઘટના પહેલી કમલા માર્કેટ થાણાની છે, આ મામલામાં પોલીસે પિડીતાના પતિની ઘરપકડ કરી છે, પિડીતાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ તૌસિફે તેની સાથે પહેલા મારપીટ કરી હતી અને ત્યાર બાદ ત્રણ વાર તલાક તલાક તલાક ,બોલીને ટ્રીપલ ત્રલાક આપી હતી આ ઘટના વિતેલી 9 તારીખની છે.
જાણવા મળતી માહિતી મુજબ 9 ઓગસ્ટના રોજ તૌસિફની પત્ની ખરીદી કરવા માટે પોતાના પતિની ઓફિસ પર ખરીદી કરવાના પૈસા લેવા માટે ગઈ હતી, આ વાતને લઈને બન્ને વચ્ચે તકરાર થઈ હતી,તૌસિફે ગુસ્સમાં આવીને પહેલા તેની પત્ની સાથે મારપીટ કરી ત્યાર બાદ ત્રણ વાર તલાક બોલીને તેને તલાક આપી દીધી હતી.
આ વાતને લઈને પિડીત મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તલાક આપ્યા બાદ તેને ધમકી આપી છે કે “ તારે જે કરવું હોય તે કરીલે, પોલીસમાં ફરિયાદ કરવી હોય તો પણ કરજે મને કઈજ ફર્ક નથી પડતો ” સાથે તેના પતિએ તેને સાસરીમાં ફરી ન જવા માટે પણ કહ્યું હતુ,ત્યાર બાદ મહિલાએ આ વાતની ફરિયાદ કમલા માર્કેટ સ્થિત પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી,પોલીસે ફરિયાદના આધારે ગઈ કાલે 11 ઓગસ્ટના રોજ તૌસિફની ઘરપકડ કરી હતી ,26 વર્ષિય તૌસિફના લગ્ન પિડીતા સાથે 7 વર્ષ પહેલા થયા હતા.
બીજી એક ટ્રીપલ તલાકની ઘટના ગાંધીનગર વિસ્તારની છે. દહેજની માંગ પૂરી ન થતાં એક પતિએ તેની પત્નીને ત્રણ તલાક આપી હતી. તલાક પ્યા બાદ તેને ઘરમાંથી પણ કાઢી મકવામાં આવી હતી. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી પતિ આરિફની ધરપકડ કરી હતી.
ત્યારે આ પહેલા પણ અગાઉ પોલીસે ત્રિપલ તલાકના કેસમાં દિલ્હીના આઝાદ માર્કેટમાંથી એક વ્યક્તિની ટ્રીપલ તલાકમાં કેસમાં ધરપકડ કરી હતી. બાંદ્રા હિન્દુ રાવમાં 29 વર્ષીય રાયમા યાહિયા દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ આરોપી સામે મુસ્લિમ મહિલા અધિનિયમ 2019 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આમ છેલ્લા 4 દિવસમાં ટ્રીપલ તલાકની ઘટનાઓ સામે આવી રહી છે.કેન્દ્ર સરકારે ટ્રીપલ તલાકનું બિલ પાસ કર્યું છે અને કાનુન હેઠળ તેને ગુનો ગણાવ્યો છે છતા પણ અમુક ધ્રૂણી માનસિકતા વાળા લોકો આવાત ને સમજતા નથી અને આવા તલાકના કેસો બનતા રહે છે.