- મશરુમની એક જાત ‘ખુખડી’
- પ્રતિ કિલો 1200 રુપિયા માર્કેટમાં વેચાઈ છે
- પ્રોટિનથી ભરપુર હોય છે ‘ખુખડી મશરુમ’
- ઝારખંડ અને છત્તીસગઢમાં ‘ખુખડી’ વધુ જોવા મળે છે
- દવા બનાવામાં આ મશરૂમનો ઉપયોગ થાય છે
દિલ્હી-: દેશમાં જુદી-જુદી જગ્યાઓએ અનેક પ્રકારના શાકભાજી વેચાતા હોય છે જેનો ભાવ સામાન્ય રીતે વધીને 100 રુપિયાથી 120 રુપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ એક શાકભાજી તરીકે વપરાતી ખાદ્ય વસ્તુનો ભાવ પ્રતિ કિલો 1200 રુપિયા છે, જી હા, તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે 1200 રુપિયે કિલો કઈ વસ્તુ માર્કેટમાં વેચાતી હશે? તો ચાલો જાણીએ આ વસ્તુ ખરેખર શું છે?….અને શા માટે આટલી મોંધી મળે છે
સામાન્ય રીતે ખોરાકમાં લેવાતી આ વસ્તુ ચોમાસાની સિઝનમાં જ જોવા મળે છે અને તે પણ દેશના રાજ્યો છત્તીસગઢ અને ઝારખંડમાં વધુ થતી હોય છે, તેનું નામ ‘ખુખડી’ છે અને કિમંત પ્રતિ કિલો 1200 રુપિયા છે. તે ઉપરાંતની તેની માંગ પણ વધુ છે, આ સબજી માર્કેટમાં આવતાની સાથે જ વેચાઈ જતી હોય છે, કારણે કે આ ખાદ્ય વસ્તુમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે.
છત્તીસગમાં આ ખાદ્ય વસ્તુનું નામ ‘ખુખડી’ છે તો ઝારખંડમાં તેને ‘રુગડા’ નામથી ઓળખાય છે, જો કે આ બન્ને નામ ‘મશરુમ’ની એક જાતના છે, સામાન્ય રીતે આ વસ્તુ ‘મશરુમ’ છે જે જંગલ વિસ્તારમાં કુદરતી રીતે ઉગી નિકળે છે, ખાસ કરીને છત્તીસગઢના બલરામપુરપ, સુરજપુર,સરગૂજા સહીત ઉદયપુર સાથે સંકળાયેલ કોરબા જીલ્લામાં પણ વરસાદના દિવસોમાં ઉગી નિકળીતી હોય છે, આ ‘મશરુમ’ની જાત ખુબ જ ખાસ છે જેનું શાક બનાવીને લોકો ખાતા હોય છે.
માત્ર વર્ષ દરમિયાન બે મહિનામાં આ મશરુમનો પાક કુદરતી રીતે ફૂટી નિકળતો હોય છે અને તેની માંગ પુષ્કળ પ્રમાણમાં હોવાથી અહીંના જંગલમાં રહેતા લોકો તેનો સંગ્રહ પણ કરી લે છે, ત્યાર બાદ માર્કેટમાં પહોંચતા આ મશરુમ 1000 થી લઈને 1200ની કિંમત વેચાવામાં આવે છે, છત્તીસગઢના અંબીકાપુર માર્કેટમાં તથા બીજા આસપાસના વિસ્તારોમાં આ મશરુમનો 5 ક્વિંટલ જેટલો જથ્થો આવતો હોય છેુ
‘ખુખડી’ એક પ્રકારના ‘સફેદ રંગના મશરુમ’ છે ,આ ‘ખુખડી મશરુમ’ની ઘણી બીજી પણ જાત હોય છે, જેમાં લાંબા દાંડા વાળી ‘સોરવા ખુખડી’ને લોકો ખોરાકમાં વધુ પસંદ કરે છે, જેને સાદી ભાષામાં ‘ભુડૂ ખુખડી’ પણ કહેવામાં આવે છે, ‘ભૂડૂ’ અટલે કે “દિવાલ દ્વારા બનાવવામાં આવેલું માટીનું મકાન અથવા ટેકરો” જે માત્ર વરસાદની સિઝનમાં જ ફુટી નિકળે છે જેમાં પ્રોટિનની માત્ર ખુબ જ હોય છે.
સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ઝારખંડ વિસ્તારના લોકો 1 થી 2 મહિના સુધી ખોરાકમાં નોનવેજ લેવાનું ટાળતા હોય છે, ત્યારે આ ‘ખુખડી’ તેમના માટે એક સારો બીજો વિકલ્પ બને છે ,જો કે કિંમતમાં તે ખુબ મોંધી હોય છે, રાંચીમાં આ ‘મશરુમ’ની કિમંત 700 થી 800 રુપિયા પ્રતિ કિલો હોય છે.
મશરૂમનો ખાસ ઉપયોગ
વનસ્પતિ સિવાય આ જાતીના મશરુમનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે. એવું માનવામાં આવે છે કે વરસાદની ઋતુમાં વીજળી પડવાથી ઘરતીમાં ફઆટ પડે છે, અને ઘરતીમાંથી આ સફેદ રંગની ખુકડી બહાર આવે છે.પશુપાલકોને તેની સાચી પરખ હોય છે, તેઓને સારી રીતે ખબર પડતી હોય છે કે આ વસ્તુ ક્યા મળી રહે છે.
મશરુમ ખાવાથી ત્વચા પણ સારી રહે છે. અનેક બિમારીમાં તે ફાયદા રુપ હોય છે ખાસ કરીને કેટલીક દવાઓમાં તે વપરાય છે.કેટલાક લોકો પોતાને ફીટ રાખવા માટે તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે.
સાહીન-