નવી આર્થિક નીતિ વગર 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા અસંભવ
મોદી સરકારની નીતિ પર બીજેપીના સ્માવીનું નિવેદન
દરેક ક્ષેત્રમાં મંદીનો માર
વિકાસ દરમાં નોંધાયો ઘટાડો
મોદી સરકારના સતત પ્રયત્નો બાદ પણ મંદીનું જોર યથાવત
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નવી આર્થિક નીતિ પર પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યા છે,સ્વામી એ કહ્યું કે,નવી આર્થિક નીતિ વગર 5 ટ્રિલિયન ઈકોનોમી સંભવ જ નથી,તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, માત્ર જ્ઞાન અને માત્ર સંઘર્ષ કરીને જ દેશની અર્થવ્યવ્સ્થા નહી બચાવી શકાય, આ માટે બન્નેની અનિવાર્યતા છે ત્યારે આજે પણા પાસે આ બન્નેમાંથી એક પણ નથી.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારને આર્થિક સ્થિતીના મામલામાં મોટો ફટકો પડ્યો છે,દેશમાં વિકાસના વૃદ્ધી દરમાં ઘટાડો થયો છે ,પહેલા ત્રિમાસીકમાં વિકાસ દર 5.8 ટકાની ઘટીને 5 ટકા થયો છે,દરેક ક્ષેત્રમાં મંદીનો માર પડ્યો છે,અનેક ક્ષેત્રમાં વિકાસનો દર ઘટતો જોવા મળ્યો છે,જીડીપી ગ્રોથની દરેક ક્ષેત્રમાં અસર માઠી જોવા મળી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કોઈપણ ત્રિમાસીક સમયગાળામાં આ સૌથી ઝડપી ગતિ છે. યુપીએ સરકારમાં લગભગ 7 વર્ષ પહેલાં જીડીપીના આ આંકડા આ સ્તરે પહોંચ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૧૨-૧3ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડા 4.9 ટકાના નીચા સ્તરે હતા. ત્યારે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી અંદાજ ઘટાડીને 6.9 ટકા કર્યો છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપી 7 ટકા હોવાનો અંદાજ હતો.
ક્ષેત્રની વાત કરીએ તો ઉત્પાદન ક્ષેત્રે પાછલા નાણાકીય વર્ષ 2018-19માં 12.1 ટકાની તુલનાએ માત્ર 0.6 ટકા વૃદ્ધિ થઈ છે. તે જ સમયે, કૃષિ અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5.1 ટકાની તુલનામાં 2 ટકાના દરે વિકાસ થયો છે. જો કે, સરકારે શુક્રવારે દેશમાં આર્થિક મંદી દૂર કરવા અને વર્લ્ડ ક્લાસ બેંક બનાવવા માટે ચાર મોટી બેંકો બનાવવા માટે જાહેર ક્ષેત્રની 10 બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી છે. સરકારને આશા છે કે આ પહેલ આર્થિક વિકાસને વેગ આપશે અને દેશને 5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવામાં ચોક્કસ પણે મદદ કરશે.
પાછલા અઠવાડિયે પ્રોત્સાહન ઉપાયોની ઘોષણા કરનારા નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારના રોજ બેંકોનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી છે,તેમણે આ જાહેરાત જીડીપીની પ્રથમ ત્રિમાસીક વૃદ્ધી દરના આંકડા જાહેર થતા પહેલા જ કરી હતી, આ મુજબ 2019-20ની પ્રથમ ત્રિમાસીક જીડીપી વૃદ્ધી દર 5 ટકા સુધી રહી છે, જે છ વર્ષથી વધુ સમયનો લધુત્તમ સ્તર છે.બેંકોમાં પ્રસ્તાવિક વિલીનીકરણ પછી સરકારી બેંકોની સંખ્યા ઘટીને મા6 12 થી જશે જ્યારે વર્ષ 2017માં સરકારી બેંકોની સંખ્યા 27 હતી.