- લગ્ન માટે ઘર્મ પરિવરિતન બાબતે કર્ણાટક પણ લાવશે કાયદો
- આમ કરનારું કર્ણાટક ચોથુ રાજ્ય બનશે
- સીટી રવિએ મંગળવારના રોજ ટ્વિટ કરી માહિતી આપી
- આ પહેલા ભાજપ સાશિત ત્રણ રાજ્યો આ કાયદો લાવ્યા છે
યેદિયૂરપ્પા સરકારમાં પર્યટન મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સીટી રવિએ મંગળવારના રોજ કહ્યું હતું કે, તેમની સરકાર ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવવા માટે કાયદો લાવશે. યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ પછી હવે આ માર્ગ પર કર્ણાટક રાજ્ય પર ચાલવા જઈ રહ્યું છે, આ પ્રકારના કાયદાની ઘોષણા કરનારા ભાજપ શાસિત આ ચોથા નંબરનું રાજ્ય બનશે.
રવિએ કહ્યું કે, જો જેહાદીઓએ રાજ્યની મહિલાઓની ગરીમાને ઠોસ પહોંચાડવાનું કાવતરું ઘડશે તો સરકાર હવે ચૂપ નહીં બેસે. મંત્રીનું આ નિવેદન અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ આવ્યું છે, જેમાં અદાલતે માત્ર લગ્નના કરણે કરવામાં આવતા ઘર્મ પરિવર્તનને ગેરકાયદેસર ઠેરવ્યું હતું
મંત્રી રવિએ આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકાર પણ એક નવો કાયદો લાવશે જે લગ્નમાં રૂપાંતર પર પ્રતિબંધ મૂકશે. આ પ્રક્રિયામાં કોઈ પણ જો સામેલ થયેલા જણાય તો તેના સામે કાયદાકીય કોઈપણને કડક સજા ક પગલા લઈને કડજકથી કડજક સજા આપવામાં આવશે.
સાહીન-