કેન્દ્ર સરકાર વૃદ્ધોની વ્હારે આવ્યું – આવતા મહિનાથી વૃદ્ધો માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવશે
- કેન્દ્ર સરકાર વૃદ્ધોની વ્હારે
- ઓલ્ડ એજ હોમમાં આશ્રય, શારીરિક અથવા માનસિક ત્રાસ સંબધી ફરીયાદ કરી શકશે
- કેન્દ્ર સરકારનું સરાહનીય કાર્ય
વૃદ્ધો માટે રજુ કરાશે હેલ્પલાઈન નંબર
કેન્દ્ર સરકાર દ્રારા દેશના વડીલો માટે વિધવા પેન્શનથી લઈને સિનિયર સિટિઝનને ભાડામાં રાહત સુધીની અનેક સુવિધાઓ આપી રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દેશના વડીલોની સંભાળ કરવાની દિશામાં પણ આગળ વધી રહી છે, દેશમાં વૃદ્ધોની સુવિધા માટે કેન્દ્રીય સામાજિક સશક્તિકરણ મંત્રાલય આવતા મહિને એક હેલ્પલાઈન નંબર જારી કરવા જઈ રહ્યું છે. આ હેલ્પલાઈન નંબરની સંખ્યા આખા દેશમાં સમાન જ રાખવામાં આવશે જેથી કરી દેશના કોઈ પણ ખૂણામાંથી જે તે વૃદ્ધ પોતાની ફરીયાદ કરી શકશે.આ હેલ્પ લાઈનના માધ્યમથી વૃદ્ધોને એક સહારો મળશે અને આવનાર સમયમાં વૃદ્ધો પર થતા ત્રાસને અટકાવવામાં મદદ પણ મળી રહેશે.
ચાઇલ્ડ હેલ્પલાઇનની જેમ વૃદ્ધ નાગરિકો માટે પણ હવે હેલ્પલાઈન નંબર પણ ઓક્ટોબર મહિનામાં બહાર પાડવામાં આવશે. મંત્રાલય તરફથી રાષ્ટ્રીય સામાજિક સંરક્ષણ સંસ્થા (એનઆઈએસડી) ને આ માટે નોડલ એજન્સી બનાવવામાં આવશે. આ હેલ્પલાઈન નંબરના માધ્યમથી દેશના વૃદ્ધ લોકો ઓનલાઇન સલાહ, ઓલ્ડ એજ હોમમાં આશ્રય, શારીરિક અથવા માનસિક ત્રાસના સંબધી તમામ પ્રકારની ફરીયાદ કરીને મદદ માંગી શકશે.
આ હેલ્પલાઈન નંબર પર કોઈ પણ વદ્ધ દ્રારા ફરિયાદ કરવા અથવા સૂચનો માંગ્યા પછી, તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સંબંધિત કાર્યવાહી રાજ્ય સરકાર કરશે, જેથી કેન્દ્રિય મંત્રાલય આ મામલે રાજ્ય સરકારો સાથે પણ વાત કરશે. આ નંબર પર, વૃદ્ધો સિવાય કોઈ પણ વ્યક્તિ તેમના આસપાસ રહેતા વૃદ્ધોને થતા અપરાધ કે માનસિક ત્રાસ વિશે જાણ અથવા ફરિયાદ કરી શકે છે.વર્ષ 2011 સુધીમાં, દેશમાં 10 કરોડથી વધુ લોકો 60 વર્ષથી વધુ વયના હતા, જે વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા વધીને 20 કરોડ થઈ જશે.
સાહીન-