સરકારી સેવામાં 7 વર્ષની અંદર મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને રાહતઃ પેન્શનમાં કર્યો સરકારે વધારો
- કેન્દ્ર સરકારે લીધો ખાસ નિર્ણય
- સરકારી કર્મચારીઓના પરિવારજનોને રાહત
- સરકારી કામમાં 7 વર્ષમાં નિધન પામેલા કર્મીઓના પરિવારને મળશે વધુ પેન્શન
- છેલ્લા પગારનો 50 ટકા ભાગ પેન્શનના રુપમાં મળશે
- આ પહેલા છેલ્લા પગારનો 30 ટકા ભાગ પેન્શનમાં મળતો હતો
કેન્સદ્ર સરકારે કર્મચારીઓના પરીવારજનો મોટી રાહત આપી છે,જે કર્મચારીઓનું 7 વર્ષના કાર્યકાળ પહેલા નિધન થયું હોય તેવા કર્મચારીઓના પરિવારજનો માટે પેન્શન વધારવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.પેંશનનો આ સંશોધિત નિયમ સરકારી કર્મચારીઓ પર લાગુ પડશે, જેમાં સશસ્ત્ર દળના કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ રુલ્સ,1972ના નિયમની સંખ્યા 54મા સુધારો કર્યો છે,આ સુધારો 1લી ઓક્ટોબર,2019થી લાગુ પડશે,બદલાયેલા નિયમ અંતર્ગત 7 વર્ષથી ઓછી સેવા દરમિયાન જો કોઈ સરકારી કર્મચારીનું નિધન થઈ જાય તો તે કર્મચારીના પરીવારને આગળના દસ વર્ષ સુધી કર્મચારીના છેલ્લા પગારનો અડધો ભાગ એટલે કે પગારના 50 ટકાની રકમ પેંશનના રુપમાં મળશે.
પહેલા નિયમ એવો હતો કે, જો સાત વર્ષથી વધુની સેવા પુરી કરનાર કર્મચારીનું નિધન થાય, તો તેના પરિવારને પેન્શનના રૂપમાં છેલ્લા પગારના 50 ટકા મળતા હતા, પરંતુ જો સાત વર્ષથી ઓછા સમયના કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના પરિવારે માસિક પેન્શન તરીકે કર્મચારીના છેલ્લા પગારની 30 ટકા રકમ જ મળતી હતી.
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે ક નિવેદન જાહેર કર્યું છે,જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર એમ માને છે કે,એવા કર્મચારી કે જેમનું નોકરીની શરુઆતના સમયકાળમાં જ નિધન થઈ જાય,તો તેમના પરીવારના લોકોને પેન્શનના રુપમાં વધુ રકમ આપવાની જરુર છે,કારણ કે શરાતના સમયમાં કર્મચારીનો પગાર ઓછો હોય છે, હવે સુધારેલા નિયમ 54 મુજબ જે સરકારી કર્મચારીઓના નોકરીમાં જોડાતાંના સાત વર્ષની અંદર મૃત્યુ થાય છે તો તેમના પરિવારને તે કર્મચારીના છેલ્લા પગારની 5૦ ટકા રકમ આગામી દસ વર્ષ સુધી પેન્શન તરીકે આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ મોદી સરકારે કર્મચારીઓના હિતમાં અનેક પગલા લીધા છે. સરકારે રેલ્વે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ વખતે રેલવેના 11 લાખ 52 હજાર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે.જેમા રેલવેને 2024 કરોડનો ખર્ચ થશે. છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર રેલવે કર્મચારીઓને સતત બોનસ આપી રહી છે.