કેહવાય છે ને કે મહેનત કરનારને તેના પરીશ્રમનું ફળ જરુર મળે છે,એ વાત તદ્દન સાચી સાબિત કરી બતાવી છે 19 વર્ષની શશિએ,જેના પિતાનું નામ છે અખિલેશ, જેઓ દરરોજ મજુરી કામ કરીને માત્ર 300 રુપિયાની કમાણી કરીને પોતાના પરિવારનું ગુજારન ચલાવે છે, શશિને હંમેશાથી ડોક્ટર બનવાની ઈચ્છા હતી, જો કે તેના પિતા આર્થિક રીતે સધ્ધર ન હોવાથી તેણે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે શશિએ દેશની ખૂજ અધરી ગણાતી નીટની પરીક્ષા પાસ કરી છે અને હવે આગળ તેણે હાર્ડિંગ મેડીકલ કોલેજમાં એડમિશન લઈ લીધુ છે.
મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ સાથે શશિ
શશીએ જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના હેઠળ મેડિકલ પરીક્ષા માટે કોચિંગ લીધું હતું. જ્યાં તેણે તૈયારી કર્યા પછી NEET ની પરીક્ષા આપી હતી.ગયા વર્ષે તેણે અહીં પ્રવેશ લીધો હતો.NEET સહિતની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ માટે, જય ભીમ મુખ્યામંત્રી પ્રતિભા વિકાસ યોજના હેઠળ નિશુલ્ક કોચિંગ આપવામાં આવે છે. તેણે આ કોલેજમાં એમબીબીએસ કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે.
એક રિપોર્ટ મુજબ શશીએ કહ્યું હતું કે “હું સમાજની સેવા કરવા માંગુ છું. NEET પરીક્ષા માટેનો આ મારો બીજો પ્રયાસ હતો. આ વખતે આ યોજનાએ મને માર્ગદર્શન મેળવવામાં મદદ કરી.” શશિ ખુબજ ગરિબ પરીવારમાંથી છે તેણે પોતાની મહેનત અને ઢગસથી આ પરીક્ષા પાસ કરીને છેવટે પોતાનું સપનું સાકાર કર્યું છે ને હવે તે ડોક્ટર બનીને સમાજની સેવા કરવા માંગે છે
શશીના પિતાનું નામ અખિલેશ છે. તે રોજ 300 રૂપિયા કમાય છે. તેમણે કહ્યું કે મારી નાની પુત્રી નિતુ જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના હેઠળ NEET પરીક્ષાની તૈયારી કરી રહી છે, અને મારો પુત્ર આઈઆઈટીમાં અભ્યાસ કરવા માંગે છે.
તેમણે કહ્યું કે, “હું ઈચ્છું છું કે મારા બાકી બીજા બાળકો પણ તેમની બહેન જેવા જ ધ્યેયનું પાલન કરે. મને આનંદ છે કે એક મજૂરની પુત્રીએ આ વર્ષે NEET પ્રવેશ પરીક્ષા આપી હતી અને હવે તેણે લેડી હાર્ડિંગ કોલેજમાં પ્રવેશ લીધો છે. શશીએ સર્વોદય કન્યા વિદ્યાલય જીટીબી નગરમાંથી 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેની માતા ગૃહિણી છે. ત્યારે દિલ્હીના સમાજ કલ્યાણ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ શશીને મળ્યા હતા અને તેને અભિનંદન પાઠવ્યા હતા