1. Home
  2. revoinews
  3. કોરોના સંકટમાં વિદ્યાર્થીઓ આપશે UGC-NET સહિતની આ 7 પરિક્ષાઓ – નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કરી તારીખ
કોરોના સંકટમાં વિદ્યાર્થીઓ આપશે UGC-NET સહિતની આ 7 પરિક્ષાઓ – નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કરી તારીખ

કોરોના સંકટમાં વિદ્યાર્થીઓ આપશે UGC-NET સહિતની આ 7 પરિક્ષાઓ – નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કરી તારીખ

0
Social Share
  • કોરોના કાળમાં વિદ્યાર્થીઓની ખરા અર્થમાં પરિક્ષા
  • નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC-NET સહીતની પરિક્ષાઓની તારીખ જાહેર કરી
  • 6 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધીમાં તમામ પરિક્ષાઓને આવરી લેવાશે

દિલ્હીઃ હાલ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ અનેક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પરિક્ષા બાબતે ગંભીર બન્યા છે વિદ્યાર્થી ઘણા સમયથી અનેક પરિક્ષાની રાહ જોઈ રહ્યા છે ,ત્યારે હવે વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો છે, તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા પરિક્ષાઓ ન લેવી જોઈએ તેવો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે,જો કે યા સમગ્ર વાતાઘાટા વચ્ચે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC- NET, IGNOU OPENMAT અને PhD, દિલ્હી યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા તથા ICAR AIEEA સહિતની બીજી કેટલીક પરીક્ષાઓની તારીખ સત્તાવાર રીતચે જાહેર કરી છે.

આ એજન્સી દ્વારા જાહેર કરાયેલ પરિક્ષાની તારિખ પ્રમાણે UGC- NETની પરીક્ષા આવનારી 16 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે દિલ્હી યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પણ 6 સપ્ટેમ્બરના રોજ લઈ લેવાશે,

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કુલ 7 પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે.જે તે પરીક્ષા આપનારા તમામે તમામ વિદ્યાર્થીઓ આ સમગ્ર બાબતની માહિતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઓફિશિયલ વેબસાઈટથી સરળતાથી મેળવી શકશે

એજન્સી દ્રારા કહેવામાં આવ્યું છે કે, આ તમામે તમામ પરિક્ષા આવનારી 6 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે અને તે આવતા મહિના અટલે કે 4 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન સુધી સંપૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે હવે ICAR AIEEA 2020 પ્રવેશ પરીક્ષાની તારીખ પણ થોડા જ સમયમાં જાગહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે

આ સાથે જ AIAGPETની પરિક્ષા 29 ઓગસ્ટના રોજ યોજાનાર હતી તે રદ કરવામાં આવી છે તેના બદલે હવે આ પરિક્ષા 28 સપ્ટેમ્બરે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓનું એડમિટ કાર્ડ પરીક્ષા શરુ થવાના બે અઠવાડીયા પહેલા રજુ કરવામાં આવશે,. આ સાથે JEE Main પરિક્ષા 6 સપ્ટેમ્બર અને NEET UG 13 સપ્ટેમ્બરે યોજાશે, જો કે આ સમગ્ર પરિક્ષાના સમય દરમિયાન કોરોના બાબતે તકેદારી રાખવામાં આવશે અનેક જરુરી પગલા લેવામાં આવશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code