કાશમીર છોડવાની સરકારે આપેલી સુચના પછી જમ્મુ-કાશમીરમાં આવેલા યાત્રીઓ અને પ્રવાસીઓમાં અફડા તફડી મચી જવા પામી હતી જેનો ફાયદો ફ્લાઈટ કંપનીઓ ઉઠાવી રહી છે,શ્રીનગરથી દિલ્હીથી જનારી વિમાન સેવાના ભાવામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
શુક્રવારના રોજ શ્રીનગરથી દિલ્હીની ફ્લાઈટનું ભાડૂ 4 હજાર રુપિયા હતુ જે આજે શનિવારના રોજ 8 હજાર કરવામાં આવ્યું છે ત્યારે આવતી કાલે રવિવારના રોજ આ ભાડાના દર વધીને 20 હજાર સુધી પહોંચવાની શક્યતાઓ છે.
ખાનગી વિમાન કંપની ગો-એરની શ્રીનગરથી દિલ્હી આવનારી રવિવાર સવારની 11.10 વાગ્યાની ફ્લાઈટનું ભાડૂ 18,298 રુપિયા સુધી પહોંચ્યુ છે તો વિસ્તારાની બપોરની 1.45 વાગ્યાની ફ્લાઈટનું ભાડૂ વધારીને 17,306 રુપિયા કરવામાં આવ્યું છે, ત્યારે સ્પાઈસ જેટ અને એર એશિયાની ફ્લાઈટનું ભાડૂ પણ 10 હજાર રુપિયાથી વધુ કરી દેવાયું છે, ત્યારે સામાન્ય રીતે આ ફ્લાઈટ સેવાઓનું ભાડૂ માત્ર 4 હજાર રુપિયાની આસપાસ જ હોય છે
ત્યારે આજે સવારે દરેક ફ્લાઈટનું ભાડૂ ઓછુ જ હતુ પરંતુ જેમ જેમ કાશમીરમાં 35 હજાર જવાનોને તૈનાત કરવાની ખબર મળવા લાગી જેના કારણે કાશમીર સહિતના વિસ્તારોમાં ભાગદાડ મચી હતી જેને લઈને પેટ્રોલ પંપ અને અટીએમ પર પણ લાંબી લાઈનો લાગી હતી, અને અહિ ફસાયેલા પ્રવાસીઓ અને યાત્રીઓ વહેલી તકે શ્રીનગર છોડીને દિલ્હી જવા માટે ઉતાવળા બન્યા હતા જેનો ફાયદો આ વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે.
જો કે એર ઈન્ડિયા,ઈન્ડિગો ને વિસ્તારા એરલાઈન્સે જમ્મુ ફ્લાઇટ્સ રદ કરવા અને ફરીથી સુનિશ્ચિત કરવાના ખર્ચને દૂર કર્યા છે. ત્યારે ડીજીસીએએ કહ્યું હતું કે તે શ્રીનગરની ફ્લાઇટ્સની ટિકિટના ભાવો પર નજર રાખશે પરંતુ તેની અસર ખાનગી વિમાન કંપનીઓ પર નથી થઈ રહી. ઉપરાંત ખાનગી કંપનીઓ નવી ફ્લાઇટ્સના બુકિંગ કરવા પર મોટો નફો વસુલ કરી રહી છે.આ ખાનગી વિમાનસેવા કંપનીઓ યાત્રીઓ અને પ્રવાસીઓની મજબુરીનો ફાયદો ઉઠાવીને ડબલ કમાણી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 2જી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશમીર સરકાર દ્વારા પ્રવાસીઓ અને યાત્રીઓને જેમ બને તેમ તાત્કાલીક ધોરણે ઘરે પાછા ફરવાની સુચના જાહેર કરતા લોકોમાં અફડા તફડી મચી હતી અને યાત્રીઓ વહેલી તકે પરત ફરવા લાગ્યા હતા જેને લઈને મુસાફરાની સંખ્યામાં બમણો વધારો થયો હતો જેનો લાભ આ વિમાન કંપનીઓ ટીકીટના દર બે ગણા કરીને ઉઠાવી રહી છે.