Site icon hindi.revoi.in

ગુજરાતમાં કોરોનાને પગલે સ્કૂલ બંધ રહેલા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જેથી બાળકનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી તેની અસર શ્રમજીવી એવા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય બની છે. અમદાવાદમાં લગભગ 15 હજાર અને રાજ્યમાં અંદાજે 80 હજાર સ્કૂલવાન ચાલકો છે.

રાજ્યમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતા સ્કૂલવાન સંચાલકોએ સરકાર પાસે મદદની માંગણી કરી છે. સ્કૂલ વર્ધી એસોસિએશને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવા માટે સમયની માંગણી કરી છે. તેમજ સ્કૂલવાન ચાલકોને દર મહિને પાંચ હજારની આર્થિક સહાયની વિનંતી કરી છે. તેમજ સ્કૂલ શરૂ થયા બાદ દર મહિને રૂ. 5 હજાર જમા કરાવવાની પણ તૈયારી દર્શાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનના પગલે વેપાર-ધંધા બંધ રહ્યાં હતા. જો કે, અનલોકના અમલ બાદ ધીરે-ધીરે વેપાર-ધંધા શરૂ થયાં હતા. જો કે, હજુ પણ કોરોનાની અસર વેપાર-ધંધા ઉપર જોવા મળી રહી છે.

Exit mobile version