આતંકવાદીઓની નવી ચાલનો થયો પર્દાફાશ, કોરોનાની આડમાં એનેસ્થેસિયાના ઈન્જેક્શનથી લોકોની હત્યાનું કરતા કાવતરું
- આતંકીઓ કોરોનાની આડમાં લોકોને મોત આપવાનું ઘડી રહ્યા હતા કાવતરું
- સપ્ટેમ્બર મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
- 4 આરોપીઓ સામે સાર્જશીટ દાખલ કરી હતી
નવી દિલ્લી: દેશમાં આતંકવાદીઓનો ત્રાસ વધ્યો છે, હવે કોરોનાની આડમાં દેશની એનેક મોટી મોટી હસ્તીઓની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સભ્યો ભારતમાં કોરોનાવાયરસની આડમાં ખોટા જીહાદ કરી લોન વુલ્ફ એટેક અને આરએસએસ નેતાઓની હત્યા કરીને તોફાન કરાવવા અને એનેસ્થેસિયાના ઇન્જેકશન આપીને ભારતની મોટી હસ્તીઓને મોત આપવાનું કાવતરું ઘડી રહ્યા છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઇસ્લામિક રાજ્ય ખુરાસાન પ્રદેશના પાંચ આતંકવાદીઓ વિરુદ્ધ દાખલ કરેલી ચાર્જશીટમાં આ આરોપ લગાવાવામાં આવ્યો છે. દાખલ કરવામાં આવેલ આ ચાર્જશીટ મુજબ, પાંચ આતંકવાદીઓ દેશના નાગરિકતાના કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને કાયદાના વિરોધ કરતા લોકોનો ઉપયોગ કરતા હતા.
એનઆઈએએ આ વર્ષે સપ્ટેમ્બરમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું છે કે આ તપાસમાં સ્થાપિત કરવામાં આવ્યું છે કે, આરોપી સાદિયા અને ડોક્ટર ઇશ્ફાક વચ્ચે કોરોના જેહાદને લઈને વાતચીત થઈ હતી. બંનેએ સાથે મળીને દેશનો નાશ કરવા માટે કોરોના મહામારીના ઉપયોગ કરીને ચર્ચાઓ કરી હતી, જે તેમની દેશ વિરોધી માનસિકતા સ્પષ્ટ પણે દર્શાવે છે.
આ દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં કાશ્મીરી દંપતી જહાંજૈબ સામી અને હિના બશીર બેગ, હૈદરાબાદના રહેવાસી અબ્દુલ્લા બાસીત, પૂણે નિવાસી સાદિયા અનવર શેખ અને નબીલ સિદ્દિક ખત્રી પર આરોપ છે.
એજન્સીએ આ બાબતે જણાવ્યું હતું કે, આ આરોપીઓ ભારત વિરુદ્ધ જંગ છેડવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા, ગેરકાયદેસર શસ્ત્રો ખરીદવા માટે નાણાં એકઠા કરવા, અને આતંકવાદી સંગઠનની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે કાવતરું ઘડી રહ્યા હતા.
_Sahin