- મુંબઈમાં આતંકી હુમલો થવાની સંભાવના
- ગુપ્તચર વિભાગે મહારાષ્ટ્ર સરકારને આપી માહિતી
- પોલીસે ડ્રોન ઉડાવવા પર મુક્યો પ્રતિબંધ
- આદેશ 30 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી લાગુ રહેશે
- 26 નવેમ્બર 2008 માં થયો હતો આતંકી હુમલો
મુંબઈ: ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. રાજ્યના ગુપ્તચર વિભાગે હુમલો થવાની સંભાવના વિશે મહારાષ્ટ્ર સરકારને માહિતી આપી છે. હુમલો કરવા માટે ડ્રોન અથવા મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. વિભાગના પત્ર બાદ મુંબઇ પોલીસે એલર્ટ જારી કર્યું છે. સમગ્ર શહેરમાં ડ્રોન અથવા ઉડાવવામાં આવતી અન્ય ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓ અને દેશદ્રોહી લોકો ડ્રોન,રિમોટથી સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ,એરિયલ મિસાઇલો અથવા પેરા-ગ્લાઇડરના માધ્યમથી હુમલો કરી શકે છે. ભીડવાળી જગ્યાઓ અને વીવીઆઈપી આતંકવાદીઓનું નિશાન બની શકે છે. કાનૂન વ્યવસ્થાને બગડવાની સાથે સાર્વજનિક સંપતિઓને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આદેશ એક મહિના સુધી ચાલુ રહેશે
ગુપ્તચર વિભાગના ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસે સીઆરપીસીની કલમ 144 હેઠળ ડ્રોન,રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ,એર મિસાઇલો અને પેરાગ્લાઇડર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ આદેશ 30 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી લાગુ રહેશે.
મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ આંતકી હૂમલો થયો હતો
વર્ષ 2008માં પણ આતંકવાદીઓ દ્વારા મુંબઈ જે હૂમલો કરવામાં આવ્યો હતો તે સૌથી ઘાતક હૂમલો હતો… તે હૂમલાને અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હૂમલો માનવામાં આવે છે. આ હૂમલો 26 નવેમ્બર 2008 ના રોજ થયો હતો, જેમાં પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈમાં ઘણી જગ્યાએ આતંકવાદી હુમલો કર્યો હતો અને તે હુમલામાં 174 લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આવતા મહિને નવેમ્બર દરમિયાન દેશભરમાં તહેવારનો મૂડ રહેશે અને મુંબઈ પોલીસને ઇનપુટ મળ્યું છે કે, તહેવારની સિઝનમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. સાવચેતી રૂપે મુંબઇ પોલીસે પહેલેથી જ ફ્લાઈંગ ડ્રોન પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તકેદારી વધારવાનું શરૂ કરી દીધું છે.
_Devanshi