TDPના 60 નેતા ભાજપમાં જોડાયા, ટ્રિપલ તલાક કાયદો અને અનુચ્છેદ-370 મુદ્દે પાર્ટીને સમર્થન
હૈદરાબાદ: ચંદ્રાબાબુ નાયડુની તેલુગૂદેશમ પાર્ટીના લગભગ 60 મુખ્ય નેતાઓ અને તેમના હજારો ટેકેદારો રવિવારે ભાજપમાં સામેલ થયા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. નડ્ડાએ કહ્યુ છે કે સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થશે અને 31 ડિસેમ્બરથી પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવશે.
જૂનમાં ટીડીપી છોડીને ભાજપમાં આવેલા લંકા દિનકરે કહ્યુ છે કે અમારા આંધ્રપ્રદેશ અને તેલંગાણા એકમ માટે આ ઘણાં સારા સંકેત છે. હજારો કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા. તેમા કેટલાક રાષ્ટ્રીય સ્તરના મોટા નામ પણ સામેલ છે. કેટલાક રાજ્ય અને જિલ્લાસ્તર પર મોટા નેતા છે. સરકારે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો અને અનુચ્છેદ-370 હટાવવાના નિર્ણય બાદ હજીપણ ઘણાં નેતા અમારી સાથે જોડાવા ચાહે છે.
જે. પી. નડ્ડાએ ભાજપના સંગઠનની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને ક્હ્યુ છે કે સપ્ટેમ્બરમાં દેશભરના આઠ લાખ બૂથસ્તરની ચૂંટણી કરાવવામાં આવશે. તેના પછી ઓક્ટોબરમાં મંડલ સ્તરના પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. નવેમ્બરમાં જિલ્લાસ્તરની ચૂંટણી યોજાશે. 15 ડિસેમ્બર સુધી તમામ રાજ્યોમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તેના પછી ભાજપને 31 ડિસેમ્બરથી પહેલા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી જશે.