તમિલનાડુના મુખ્યપ્રધાન કે. પલનિસામીએ કોંગ્રેસના દિગ્ગજ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ પર વાકપ્રહાર કરતા તેમને ધરતી પરનો બોજ ગણાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પી. ચિદમ્બરમે આર્ટિકલ-370નો વિરોધ કરતા કહ્યુ હતુ કે જો જમ્મુ-કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો ભાજપ આ રાજ્યનો વિશેષ દરજ્જો છીનવત નહીં.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે કેન્દ્રે તમિલનાડુને કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો નિર્ણય કર્યો હોત, તો સત્તાધારી એઆઈએડીએમકે આનો વિરોધ કરત.
આના પર પ્રતિક્રયા આપતા પલનિસામીએ કહ્યુ હતુ કે લાંબા સમય સુધી કેન્દ્રીય પ્રધાન રહેવા છતાં ચિદમ્બરમે કાવેરી નદીના પાણી સહીતના તમિલનાડુના કોઈપણ મુદ્દા પર કંઈપણ બોલ્યા કહ્યું નથી. તેમણે કહ્યુ છે કે તેઓ કઈ યોજનાઓ લઈને આવ્યા? કેટલા સમય સુધી કેન્દ્રીય પ્રધાન રહ્યા, પરંતુ દેશ માટે શું કર્યું? તેઓ (ચિદમ્બરમ) માત્ર ધરતી પર બોજ જ છે.
મહત્વપૂર્ણ છે કે ચિદમ્બરમે કહ્યુ હતુ કે જો જમ્મુ-કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત તો ભાજપ ક્યારેય પણ આમ કરત નહીં. તેમણે આમ માત્ર એટલા માટે કર્યું, કારણ કે આ મુસ્લિમ બહુલ છે. ચિદમ્બરમે સાતા રાજ્યોમાં સત્તારુઢ સાત પ્રાદેશિક પક્ષોને આડે હાથ લેતા કહ્યુ હતુ કે તેમણે રાજ્યસભામાં ભાજપના પગલાની વિરુદ્ધ ભયના કારણે સહયોગ કર્યો નથી.
વિપક્ષી પાર્ટીઓના અસહયોગ પર અસંતોષ વ્યક્ત કરતા ચિદમ્બરમે કહ્યુ હતુ કે અમને ખબર છે કે લોકસભામાં અમારી પાસે બહુમતી નથી, પરંતુ સાત પાર્ટીઓ (એઆઈએડીએમકે, વાઈએસઆરપીસી, ટીઆરએસ, બીજેડી, આમ આદમી પાર્ટી, ટીએમસી, જેડીયુ)એ સહયોગ કર્યો હોત તો વિપક્ષ રાજ્યસભામાં બહુમતામાં હોત. આ નિરાશાજનક છે.