તમિલનાડુમાં લોટરી કિંગ સેંટિગો માર્ટન સામે ઈડીની મોટી કાર્યવાહી, 61 ફ્લેટ-88 પ્લોટ કરાયા જપ્ત
ચેન્નઈ: તમિલનાડુમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઈડીએ લોટરી કિંગ નામે ઓળખાતા સેંટિગો માર્ટિન અને તેના સાથીદારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઈડીએ સોમવારે મોટી કાર્યવાહી કરતા લોટરી કિંગના 61 ફ્લેટ્સ, 82 પ્લોટ્સ અને કોયમ્બતૂટર ખાતે 119.6 કરોડની કિંમતના છ પ્લોટને જપ્ત કર્યા છે.
આ વર્ષે મે માસમાં પણ લોટરી કિંગ વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં 595 કરોડ રૂપિયાની અઘોષિત મિલ્કતોની જાણકારી મળી હતી. ઈન્કમટેક્સ વિભાગના દરોડામાં સેન્ટિગો માર્ટિને કબૂલ્યું હતુ કે 595 કરોડ રૂપિયા હોલસેલ વેપારીઓ તરફથી પ્રાઈઝ વિનિંગ ટિકિટની હેરાફેરી માટે મળ્યા હતા. માર્ટિને તેની સાથે 600 કરોડ રૂપિયા મળવાની પણ વાત સ્વીકારી છે.
મે માસમાં ઈન્કમટેક્સ વિભાગે માર્ટિનના કોયમ્બતૂર, ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ, દિલ્હી સહીતના દેશના 70 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં લગભગ સાડા આઠ કરોડ રૂપિયાની અઘોષિત રોકડની જાણકારી મળી હતી. દરોડા દરમિયાન હીરા અને ઝવેરાત પણ મળ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે માર્ટિન કોયમ્બતૂરમાંથી કેટલાક રાજ્યોમાં સરકારી લોટરીનું કામ સંભાળે છે. ગત બે વર્ષમાં તે એડવાન્સ ટેક્સ ચુકવણી કરી શકેયો નથી. તેના કારણે ઈન્કમટેક્સના રડાર પર હતો. તેના માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.