દેશભરમાં આજે ઈદના તહેવારની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. દિલ્હીનની જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ સવારે નમાજ અદા કરી ઈદની ઉજવણી કરી હતી.આ સાથે જ મુંબઈની હામિદિયા મસ્જિદમાં પણ નમાજ અદા કરવામાં આવી. દિલ્હી અને મુંબઈ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં બકરી ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં પણ હાલાત સામાન્ય થઈ ગયા છે કલમ 144 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પેહલી ઈદની ઉજવણી થઈ હતી
ત્યારે જમ્મુ-કાશમીરમાં 370 હટાવ્યા બાદ વાતારણ તંગ બન્યુ હતુ જેને લઈને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી ત્યારે બકરી ઈદના દિવસે જમ્મુ અને કાશ્મીરના પૂંછ તથા રાજૌરીમાં મોબાઈલ સેવાઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે બીજી બાજુ આઈબીએ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે જૈશ એ મોહમ્મદના ફિદાયીન આતંકીઓ બકરી ઈદના તહેવાર પર મોટા હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં છે. રિપોર્ટ મુજબ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ફિદાયીન, પુલવામા જેવા આતંકી હુમલાની ઘટનાને આતંકીઓ આતંક ફેલાવવાના ફિરાકમાં છે ,જેને લઈને જમ્મુ કાશમીરની સુરક્ષામાં પમ વધારો કરવામાં આવ્યો છે જેને કારણે ત્યાના લોકો ડર વગર ઈદની ઉજવણી કરી શકે.