કલમ-370 હટાવાયા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકર ચીનની મુલાકાતે, ઉપરાષ્ટ્રપ્રમુખ વાંગ ચિશાનને મળ્યા
વિદેશ પ્રધાન એસ. જયશંકરે બીજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ વાંગ ચિશાન સાથે સોમવારે મુલાકાત કરી છે. વાંગ ચિશાન સાથે જયશંકરની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી પણ ચીન પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ-370ને હટાવવા પર ઘણાં દેશોએ વિરોધ કર્યો હતો, તો કેટલાક દેશ ભારતની […]
