પ્રશંસનીય : યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની VIP સુરક્ષામાંથી હટાવ્યા 50 સુરક્ષાકર્મી
વીઆઈપી કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે નક્કર પગલું ઉઠાવ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની સુરક્ષામાં તેનાત 50 સુરક્ષાકર્મીઓની ટુકડીને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય લોકોની સેવા કરવી જોઈએ. રાજ્યપાલ આનંદીબહેન પટેલના આ પગલાની પ્રશંસા થઈ […]