રાજીવ ગાબાને નવા કેબિનેટ સચિવ બનાવવામાં આવે તેવી શક્યતા
નવી દિલ્હી: 30મી મેના રોજ સાંજે સાત વાગ્યે નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે. હાલ સૌની નજરો પીએમ મોદીના નવા કેબિનેટની રચનાની ગતિવિધિઓ પર મંડાયેલી છે. ચર્ચાઓ કોને ક્યું મંત્રાલય મળવાની શક્યતાઓની અટકળબાજીઓ પર કેન્દ્રીત છે. ત્યારે નવી સરકારનું કામકાજ શરૂ થતા જ મહત્વના પદો પર બેઠેલા ઘણાં બ્યૂરોક્રેટ્સના કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યા છે. […]