ગુજરાત: ધંધા-રોજગારને વેગ આપવા પ્રોપર્ટી ટેક્સમાં હવે આટલા ટકા સુધી મળશે રાહત
ગુજરાતમાં વેપાર અને રોજગારને પ્રોત્સાહન અને વેગ આપવા માટે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર હેતુથી ચાલતા એકમો માટેના પ્રોપર્ટી ટેક્સમાં આગામી 31મી ઓગસ્ટ સુધી 20 ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શહેરીજનોને આ રાહતનો લાભ પ્રાપ્ત કરીને પ્રોપર્ટી ટેક્સ જમા કરાવી દેવા […]
